GSTV
Gujarat Government Advertisement

ભારતીયો માટે અમેરિકાથી અાવ્યા ખરાબ સમાચાર, ટ્રમ્પ અા તારીખથી કરશે ઘરભેગા

Last Updated on September 27, 2018 by Karan

ભારત માટે અમેરિકાથી સૌથી મોટા સમાચાર અાવ્યા છે. અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને 1 અોક્ટોબરથી રહેવું ભારે પડશે. અમેરિકામાં હાલમાં 5 લાખ લોકો ગેરકાયદે રહી રહ્યાં છે. જેઅોા વીઝા પૂર્ણ થઈ ગયા છે કે ખોટી રીતે અમેરિકામાં પ્રવેશ્યા છે. વર્ષ 2009થી અા અાંક લગભગ 43 ટકા વધી ગયો છે. 1 અોક્ટોબરથી અમેરિકામાં નવો નિયમ લાગુ થશે. અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહી છે. જેમાં ભારતીયોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે. વર્ષ 2016માં 353 અને ગત વર્ષે 435 લોકોને ડિપાર્ટ કરાયા હતા.માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટ્યૂટના મત અનુસાર સરકારના અા નિર્ણયથી 37 લાખ લોકોને અસર થશે. રિકાના અધિકારીઓએ જણાવ્યું કે, જે લોકોના વિઝા એક્સપાયર થઇ ગયા છે અથવા જેઓનું સ્ટેટ્સ બદલાઇ ગયું છે તેઓને આગામી સોમવારથી દેશમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. જે ફેડરલ એજન્સીને તેની જવાબદારી આપવામાં આવી છે તેણે કહ્યું કે, રોજગાર આધારિત અને માનવીય આધારોના આવેદન માટે તેને લાગૂ નહીં કરવામાં આવે. આ માટે એચ1-બી વિઝા રાખનારા લોકોને થોડી રાહત મળવાની સંભાવના છે.

અમેરિકાઅે અગાઉ પણ ખરાબ નિર્ણય લીધો હતો

અમેરિકાએ એચ-વન બી વીઝાના પ્રીમિયમ પ્રોસેસિંગ પર હંગામી રોકને લંબાવી છે. પ્રીમિયમ પ્રોસેસિંગમાં વીઝા પર કામકાજ ઝડપથી કરવામાં આવે છે. ભારતીય આઈટી પ્રોફેશનલ્સમાં એચ-વન બી વીઝા ખાસો લોકપ્રિય છે. છેલ્લા વિલંબિત મામલાઓ માટે અમેરિકાએ પ્રીમિયમ પ્રોસેસિંગ પર હંગામી રોકને લંબાવવાનું પગલું ભર્યું છે. પ્રીમિયમ પ્રોસેસિંગ હેઠળ એચ-વન-બી વીઝા અરજીથી સંબંધિત તપાસનું કામકાજ સરેરાશ છ માસથી ઘટીને પંદર દિવસનો રહી જાય છે. તેના માટે 1225 ડોલર એટલે કે 86 હજાર 181 રૂપિયાની ફી લેવામાં આવે છે. આનાથી ઘણી કંપનીઓને ફાયદો થાય છે.અમેરિકાના નાગરિકતા અને ઈમિગ્રેશન સેવાના વિભાગે મંગળવારે એચ-વન બી વીઝાના પ્રીમિયમ પ્રોસેસિંગની હંગામી રોકને લંબાવવાનું એલાન કર્યું હતું. માનવામાં આવે છે કે આ રોક આગામી 19 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. પ્રીમિયમ પ્રોસેસિંગ હેઠળ યુએસસીઆઈએસને એચ-વન-બી વીઝા અરજી પર પંદર દિવસમાં પોતાની પ્રતિક્રિયા આપવાની છે.

ભારતીયોને સૌથી વધુ અશર થશે

સોમવારથી નવા નિયમો અનુસાર જેમના વીઝા પૂર્ણ થઈ ગયા છે. તે લોકોને નોટિસ અાપવાની પ્રક્રિયા શરૂ થશે.  યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ)ને વિઝાની સ્વીકૃતિ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે.   નવા નિયમ અનુસાર, જે લોકોએ વિઝા એક્સટેન્શનની એપ્લિકેશન આપી છે તેઓને એનટીએ (નોટિસ ટુ અપીયર) જાહેર કરવામાં આવશે.  એનટીએ, અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા લોકોને દેશની બહાર મોકલવા માટે જાહેર કરવામાં આવેલું પહેલું પગલું છે.  એનટીએ એ પ્રકારના ડોક્યુમેન્ટ છે, જે કોઇ વ્યક્તિને ઇમિગ્રેશન જજની સામે રજૂ થવા માટે કહે છે. જેને પગલે અાગામી દિવસોમાં ગેરકાયદે રહેતા પ્રવાસીઅોમાં અફડાતફડી મચે તેવી સંભાવના છે.

1 ઓક્ટોબરથી નિયમ થશે લાગુ

ટ્રમ્પ સરકારે અેકાઅેક અોક્ટોબરથી અા નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જેની  જવાબદારી યુએસસીઆઇએસ (યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ)ને સોંપવામાં આવી છે. યુએસસીઆઇએસએ બુધવારે કહ્યું કે, નવા નિયમને 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.  હાલમાં જ મોટી સંખ્યામાં એચ1-બી વિઝા હોલ્ડર્સને તેઓના વિઝા એક્સટેન્ડ કરવાની મનાઇ કરી દીધી હતી. જેમાંથી મોટાંભાગના લોકો ભારતીય હતા. આ નિયમ અમેરિકા વસતા ભારતીયો માટે વધુ મુશ્કેલ સાબિત થઇ શકે છે. H1-B વિઝા એવા વિદેશી હાઇ સ્કિલ્ડ પ્રોફેશનલ્સને આપવામાં આવે છે, જેઓ કોઇ ખાસ કામમાં કુશળ હોય છે. આ માટે સામાન્ય રીતે હાઇ એજ્યુકેશનની જરૂર હોય છે. કંપનીમાં નોકરી કરનારાઓ તરફથી એચ1-બી વિઝા માટે ઇમિગ્રેશન વિભાગમાં એપ્લિકેશન કરવાની હોય છે. આ વ્યવસ્થા 1990માં તત્કાલિન પ્રેસિડન્ટ જ્યોર્જ બુશે શરૂ કરી હતી. હવે ટ્રેમ્પના અા નિર્ણયને પગલે અાગામી સમયમાં H1 બી વિઝા મામલે નવી મુશ્કેલીઅો ઉભી થવાની શક્યતા છે. H1-B વીઝા ટ્રમ્પ સરકારે ઘટાડયા હોવા છતાં હવે ભારત માટે અા અેક મુશ્કેલ નિર્ણય છે.

અમેરિકા હવે ધીમેધીમે વિઝા મામલે થઈ રહ્યું છે કડક
ગૃહ વિભાગના અંદાજ અનુસાર નવા નિયમોથી 7.1 લાખ શરણાર્થી વીઝા અરજી અને 1.4 કરોડ બિન-શરણાર્થી વીઝા અરજી પ્રભાવિત થશે. તેમાં કહેવામાં આવ્યું છે કે વીઝા અરજીને અલગ-અલગ સોશિયલ મીડિયાના યૂઝરનેમ અને વર્તમાન ફોન નંબરની માહિતી સહિત છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલા તમામ મોબાઇલ નંબરની પણ માહિતી આપવાની રહેશે.  ફેડરલ રજિસ્ટરમાં પોસ્ટ કરવામાં આવેલા એક ડૉક્યુમેન્ટ અનુસાર જે પણ બિન-ઇમિગ્રન્ટ વીઝા લઇને અમેરિકા આવવા ઇચ્છે છે, તેમણે નવા નિયમો હેઠળ ફૉર્મમાં આપવામાં આવેલા નવા સવાલોના જવાબ આપવાના રહેશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે આ નિર્ણયનો હેતુ લોકોની સાચી ઓળખ અને પૂરી તપાસ કરવાનો છે.
ફૉર્મમાં કયા કયા પ્રશ્ન હશે? 
– સોશિયલ મીડિયા પ્લેટફૉર્મનું યૂઝર નેમ.
– 5 વર્ષોમાં ઉપયોગમાં કરવામાં આવેલા ઇ-મેલ આઇડી અને ફોન નંબર્સ.
– 5 વર્ષની વિદેશ યાત્રાની માહિતી. કોઇ દેશમાંથી કાઢી મુક્યા હોય તો તેના ડિપોર્ટની માહિતી.
– પરિવારનું કોઇ સભ્ય આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ તો નથી ને!
– ડૉક્યુમેન્ટ્સને સત્તાવાર રીતે શુક્રવારે પબ્લિશ કરવામાં આવશે. નવા વીઝા ફૉર્મના સૂચનો અથવા ટિપ્પણી આપવા માટે 60 દિવસનો સમય મળશે.
Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!