GSTV

નરભક્ષણ / મધમાખીઓમાં ફેલાઈ કોરોના કરતાં ભયંકર મહામારી, ઝોમ્બીની જેમ હત્યારી બનીને ખાઈ રહી છે પોતાના બાળકોને

Last Updated on May 28, 2021 by Dhruv Brahmbhatt

મનુષ્ય તો કોરોના વાયરસથી પરેશાન છે જ પરંતુ હવે મધમાખીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ છે. મધમાખીઓ માત્ર હેરાન જ નથી થઈ રહી, તે હત્યારી પણ બની રહી છે અને પોતાના પ્યુપાને જ મારીને ખાઈ રહી છે. આ વાયરસના કારણે મધમાખીમાં 3 સમસ્યા જોવા મળી રહી છે. પહેલું તેમની પાંખ નાશ પામે છે, બીજું તેમનું પેટ ફુલવા લાગે છે અને ત્રીજું તેમનું મગજ સુસ્ત થઈ જાય છે. જે મધમાખીઓ આ વાયરસથી સંક્રમિત થઈ રહી છે તે પોતાના પ્યુપા એટલે કે બાળકોને જ ખાઈ જાય છે. આ એક પ્રકારનું નરભક્ષણ કહી શકાય. તાજેતરના એક અભ્યાસમાં આ અંગેનો ખુલાસો થયો હતો.

ટ્રોજન હોર્સ વાયરસ મધમાખીઓના શરીરમાં ઘૂસી જાય છે

આ વાયરસને ડિફોર્મ્ડ વિંગ વાયરસ અથવા ટ્રોજન હોર્સ વાયરસ કહેવામાં આવે છે. કારણ કે આ વાયરસ એક નાના બાળક (માઈટ) દ્વારા મધમાખીઓના છજામાં પ્રવેશે છે. આ માઈટ પહેલા પ્યુપાને ખાય છે. મજૂર મધમાખીઓને તેની ખબર પડતા જ તેઓ પ્યુપાને ખતમ કરવા તેને ખાઈ લે છે. ત્યાર બાદ ટ્રોજન હોર્સ વાયરસ મધમાખીઓના શરીરમાં ઘૂસી જાય છે. આ કારણે તેમનું પેટ ફુલવા લાગે છે, પાંખો નાશ પામે છે અને મગજ એટલી હદે સુસ્ત થઈ જાય છે કે તેઓ પોતાની કોલોનીના ભલા માટે કોઈ નિર્ણય નથી લઈ શકતા.

અભ્યાસ પ્રમાણે ટ્રોજન હોર્સ વાયરસ એટલે કે ડીડબલ્યુવી આ સમયે મધમાખીઓની વસ્તી માટે મહામારીથી ઉતરતો ન કહી શકાય. તે અનેક જગ્યાએ ફેલાયેલો છે અને અનેક જગ્યાએ મધમાખીઓની કોલોની નાશ પામી છે. આ વાયરસના કારણે મધમાખીઓ હત્યારી બને છે અને પોતાની વસ્તીને ઝોમ્બીની જેમ મારીને ખાઈ જાય છે.

સામાન્ય રીતે મધમાખીઓ જે લાર્વાની તબિયત ખરાબ હોય તેને કેપ્સ્યુલમાંથી કાઢીને મારી નાખે છે અને ખાઈ જાય છે. નિષ્ણાતો મધમાખીઓના આ વ્યવહારને હાઈજેનિક કેનિબેલિઝમ એટલે કે સ્વચ્છતા માટેનું નરભક્ષણ કહે છે. પરંતુ વાયરસ લાર્વામાં જાય એટલે તે બીમાર પડે ત્યારે તેને ખાનારી મજૂર મધમાખી તેનાથી સંક્રમિત થાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અનોખો પ્રયોગ / ફટાકડા ફોડવાના નહીં ખાવાના! અમદાવાદની ગૃહિણીએ તૈયાર કરી અનોખી ચોકલેટ્સ

Zainul Ansari

ચીન સાથે ચાલી રહેલા તનાવ ભર્યા માહોલ વચ્ચે ભારતીય સેનાની ચાર દિવસની કમાંડર્સ કોન્ફરેન્સ, ત્રણેય સેનાઓના ચીફ થશે સામેલ

Vishvesh Dave

બેકારી / સ્કૂલની વર્ધી ભરતા લોકોની હાલત કફોડી, દિવાળીને લઇ સતાવી રહી છે ચિંતા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!