GSTV
Home » News » પ્રથમ વાર કોઈ ભારતીય વિદ્યાર્થી ‘ઑલ જાપાન સ્ટુડન્ટ ઇંગ્લિશ કોન્ટેસ્ટ’માં વિજેતા થયો

પ્રથમ વાર કોઈ ભારતીય વિદ્યાર્થી ‘ઑલ જાપાન સ્ટુડન્ટ ઇંગ્લિશ કોન્ટેસ્ટ’માં વિજેતા થયો

અમેરિકામાં વિવિધ સ્પર્ધામાં ભારતીય વિદ્યાર્થીઓ ઝળકતાં હોય છે. એ રીતે હવે જાપાનમાં પણ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે અને ઝળકી પણ રહ્યાં છે.

તાજેતરમાં યોજાયેલી ઓલ જાાપાન સ્ટુડન્ટ ઈંગ્લિશ  પ્રેઝન્ટેશન કોન્ટેસ્ટમાં ભારતીય વિદ્યાર્થી ત્રિશિત બેનર્જી વિજેતા થયો હતો. જાપાનમાં આ સ્પર્ધા જીતનારો ત્રિશિત પ્રથમ ભારતીય વિદ્યાર્થી છે. અગાઉ કોઈ ભારતીય સ્ટુડન્ટને આવી સિદ્ધી મળી નથી. 1લી ડિસેમ્બરે ટોકિયો ખાતે તેના પરિણામો જાહેર થયાં હતા.

આ સ્પર્ધામાં ફુકુશિમા પ્રાંતમાં કઈ રીતે પ્રવાસીઓને આકર્ષવા એ અંગેનું પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું હતું. જાપાનની યુનિવર્સિટીઓમાં ભણતા 793 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કુલ 3 રાઉન્ડમાં સ્પર્ધા યોજાઈ હતી.

સ્પર્ધાના અંતે ત્રિશિત વિજેતા જાહેર થયો હતો. ઈનામ તરીકે ત્રિશિતને ટ્રોફી, સર્ટિફિકેટ અને સૌથી મોટાં જાપાની અખબાર યોમુરી શિમ્બુનની વૉશિંગ્ટન સ્થિત ઓફિસમાં ઈન્ટર્નશિપ કરવાની તક મળી છે. ત્રિશિત ટોહુકુ યુનિવર્સિટીમાં ફાઈલન યર સાયન્સનો વિદ્યાર્થી છે. 

આ અંગે ત્રિશિત બેનર્જીએ જણાવ્યું હતું કે મને તો વિશ્વાસ જ નથી થતો કે હું આ અતી પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિજેતા થયો છું. પરંતુ હું આ વિજય માટે ફુકુશિમા પ્રાંતના લોકોનો આભારી છું, જેમણે મને પ્રોજેક્ટ દરમિયાન મદદ કરી હતી.

ટોહુકુ સહિતની જાપાની યુનિવર્સિટીઓમાં સંસ્કૃત અને પાલી જેવી ભાષાઓના પણ કોર્સ છે ! જાપાન સ્ટુડન્ટ સર્વિસિસ ઓર્ગેનાઇઝેશનના સર્વે મુજબ તા.1 મે 2018 માં ભારતના કુલ 1607 વિદ્યાર્થીઓ જુદી જુદી જાપાનીઝ યુનિવર્સિટીઓમાં ભણતા હતા. વર્ષ 2017 ની સરખામણીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ 30 ટકાનો વધારો થયો છે.

છેલ્લા એક-દોઢ દાયકાથી ભારતીય વિદ્યાર્થીઓમાં જાપાન શિક્ષણ માટે લોકપ્રિય થતું જાય છે. અમેરિકા કે યુરોપના દેશોમાં અતી ખર્ચાળ એજ્યુકેશન સામે જાપાનમાં ભણતર ઉપરાંત ઘણી સ્કોલરશીપ મળે છે. ભારત સ્થિત જાપાની એમ્બેસી દર વર્ષે વિવિધ શિષ્યવૃત્તિની જાહેરાત કરે છે, જેના પરિણામે જાપાનમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે.

જાપાનની સરકારી યુનિવર્સિટીઓમાં વર્ષે લગભગ રૂા.3.50 લાખની ફી હોય છે અને રહેવા-ખાવાનો ખર્ચ મહિને રૂા.60,000 આવે છે. જે બંન્ને ખર્ચ જેટલી અહીં સ્કોલરશીપ મળી શકે છે. આના કારણે અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે યુ.કે. કરતાં અહીં ભણવાનું સસ્તું પડે છે.

Read Also

Related posts

OMG : પહાડ પર લટકી રહી હતી મહિલા, હેલિકોપ્ટરથી એક હિરો આવ્યો અને ઉઠાવીને લઇ ગયો

pratik shah

પત્રકાર સાથે અભદ્ર વર્તન કરવું કુણાલ કામરાને ભારે પડ્યું, ફ્લાઇટ બૅન બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર

Bansari

ભાગ્યદર્પણઃ જન્મ તારીખ અને જન્મ સમયથી પરથી જાણો તમારા બાળકના ભવિષ્ય વિશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!