GSTV
India News ટોપ સ્ટોરી

ત્રિપુરા વિધાનસભા ચૂંટણી, ભારતીય જનતા પાર્ટીએ 48 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું, મુખ્યમંત્રી માણિક સાહા આ બેઠક પરથી લડશે ચૂંટણીઃ જાણી લો આખું લીસ્ટ

ત્રિપુરા ચૂંટણી માટે ભાજપે પોતાના 48 ઉમેદવારોનું લિસ્ટ જારી કરી દીધું છે. મુખ્યમંત્રી માણિક સાહા ટાઉન બારદોલી સીટથી જ ચૂંટણી લડશે. તો કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિક ધનપટ સીટથી ચૂંટણી લડશે.

મુખ્યમંત્રી બન્યા પછી માણિક સાહા ટાઉન બાર્દોલી સીટથી જ પેટા ચૂંટણી લડ્યા હતા. આ પેટાચૂંટણીમાં માણિક સાહાએ પ્રતિસ્પર્ધી કોંગ્રેસના આશિષ કુમાર સાહાને 6000 કરતા વધુ વોટના માર્જિનથી હરાવી દીધા હતા. સીએમ માણિક સાહાને કુલ 17,181 વોટ મળ્યા.

ગયા વર્ષે મે મહિનામાં એટલે કે વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડે બિપ્લવ દેબને હટાવીને ડૉ. માણિક સાહાને નવા સીએમ બનાવ્યા હતા. માણિક સાહા છ વર્ષ પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાતાની સાથે જ માણિકને ચાર વર્ષ બાદ પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ બન્યા હતા. એ પછીથી તેમને રાજ્યસભામાં પણ મોકલવામાં આવ્યા હતા.

સંગઠનની કમાન સંભાળી રહ્યા છએ માણિક સાહા

2018માં ભાજપે ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી જીતી અને બિપ્લબ દેવને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ત્યારે પ્રદેશ અધ્યક્ષની કમાન બિપ્લબ દેબ સંભાળતા હતા. તે પછી 2020 માં પાર્ટી હાઈકમાન્ડે માણિક સાહાને નવા પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

વિવાદ ઉકેલાયો / કેજરીવાલ સરકારને મળી મોટી રાહત, કેન્દ્રીય ગૃહમંત્રાલયે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરવા આપી મંજૂરી

HARSHAD PATEL

PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર

Kaushal Pancholi

હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર

Hina Vaja
GSTV