GSTV
ટોપ સ્ટોરી

BIG BREAKING / ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબે ધરી દીધું રાજીનામું, ટૂંક સમયમાં નવા નેતાની ચૂંટણી

ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબે આજે અચાનક રાજીનામું આપી દેતા ત્રિપુરાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, રાજીનામું આપવા પાછળ કોઈ ચૌક્કસ કારણ જાણવા મળ્યુ નથી. મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબે પોતાનું રાજીનામું રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને સોપ્યું છે. બીજી બાજુ મીડિયા સાથેની વાચચીતમાં જણાવ્યું કે, તેમના માટે પાર્ટીનો નિર્ણય સર્વોપરી છે. અને આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે માહિતી આપી નથી.

રાજ્યમાં આઠ મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વાસ્તવમાં ભાજપે ત્રિપુરામાં નેતૃત્વ બદલવાનો નિર્ણય કર્યો છે. 2023 પહેલા રાજ્યમાં આ એક મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અગરતલા પહોંચી ગયા છે. તેઓ સાંજે 5 વાગ્યે યોજાનારી રાજ્ય વિધાનસભા પક્ષની બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં નવા સીએમનો નિર્ણય લેવાનો છે.

મુખ્યમંત્રી બિપ્લવને લઈને સંગઠનમાં નારાજગી હતી

બિપ્લવ લઈને સંગઠનમાં નારાજગી ચાલી રહી હતી એટલું જ નહીં બે ધારાસભ્યોએ પણ પાર્ટી છોડી દીધી હતી. ભાજપ વિધાનસભા ચૂંટણીની રણનીતિને લઈને કોઈ જોખમ લેવા માંગતી નથી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આવતા વર્ષે 2023માં ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની જેમ ત્રિપુરામાં મંત્રીથી લઈને સંગઠનમાં મોટા ફેરબદલ થઈ શકે છે. રાજીનામા બાદ તેઓ સંગઠનમાં કોઈપણ પદ સંભાળી શકે છે.

READ ALSO

Related posts

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

મોટા સમાચાર / આફ્રિકા વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની ઘોષણા, ‘જમ્મુ એક્સપ્રેસ’ ખેલાડીની એન્ટ્રી

Hardik Hingu

ભાજપમાં ભંગાણ / બાબુલ સુપ્રિયો બાદ વધુ એક ભાજપના સાંસદની TMCમાં ઘરવાપસી

Hardik Hingu
GSTV