GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ત્રણ તલાક કાયદા પર કેન્દ્ર સરકારને સુપ્રિમ કોર્ટની નોટિસ, માંગ્યો જવાબ

મુસ્લિમ સમુદાયમાં ત્રણ તલાકને દંડાત્મક અપરાધ બનાવવાનાં કાયદાની માન્યતાને પડકાર આપતી અરજી પર સુપ્રિમ કોર્ટે વિચાર કરવા માટે સહમતિ દર્શાવી છે. કોર્ટે ત્રણ તલાક પર લાગૂ કરેલાં નવા કાયદાને પડકાર આપતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ રજૂ કરીને પ્રતિક્રિયા માંગી છે.

વાસ્તવમાં જમીયત ઉલમા-એ-હિંદે ગુરૂવારે સુપ્રિમ કોર્ટમાં ત્રણ તલાક કાયદાની બંધારણીય માન્યતાને પડકાર ફેંકયો છે. સાથે જ આ કાયદા પર રોક લગાવવાની માંગ પણ કરી હતી. જમીયત ઉલમા-એ-હિંદ સુપ્રિમ કોર્ટમાં દાખલ અરજીમાં કહ્યુ છેકે, મહિલા અધિકાર સંરક્ષણ કાયદો 2019 સંવિધાનની મૂળભાવનાના અનુરૂપ નથી. અને તેની ઉપર રોક લગાવવા માટે એક દિશા નિર્દેશની માંગ કરે છે.

આની પહેલાં જમીયત ઉલમા-એ-હિંદના મહાસચિવ મૌલાના મહેમૂદ મદનીએ ત્રણ તલાક પર સંસદમાં કાયદાને પારિત થવા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ત્રણ તલાક બિલને મુસ્લિમ મહિલાઓની સાથે અન્યાય કરનારો ગણાવ્યો હતો. રાષ્ટ્રીય મહાસચિવ મૌલાના મહેમૂદ મદનીને આની પર ચિંતા વ્યક્ત કરતા કહ્યુ હતુકે, આ બિલથી મુસ્લિમ તલાકશુદા મહિલાઓની સાથે ન્યાય નહી થાય.

READ ALSO

Related posts

સુરત: અસહ્ય વિજબીલ સામે વિવર્સ એસોસિએશનનો રોષ, બેનર દ્વારા શરૂ થયું આંદોલન

pratik shah

ગુજરાત ATSને મળી સફળતા, ચાણોદમાં કરોડોની લૂંટ કરી ફરાર થયેલા આરોપીઓની કર્ણાટક અને મુંબઈથી કરી ધરપકડ

pratik shah

ભાજપ અધિકારીઓનો ઉપયોગ કરી કોંગી નેતાઓ પર કરે છે દબાણ, અમિત ચાવડાનાં આકરા પ્રહારો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!