GSTV
India ટોપ સ્ટોરી

આજે લોકસભામાં ટ્રિપલ તલાક પર ચાર કલાક લાંબી ચર્ચા પછી ખરડો પસાર થવાની શક્યતા

ટ્રિપલ તલાક એટલે કે તલાક-એ-બિદ્દત વિરોધી ખરડા પર લોકસભામાં ચર્ચાથી પહેલા પોતાનું વલણ નક્કી કરવા માટે આજે કોંગ્રેસના સાંસદોની એક બેઠક યોજાઈ રહી છે. કેન્દ્રીય સંસદીય કાર્ય રાજ્ય પ્રધાન વિજય ગોયલે જણાવ્યુ છે કે આ ખરડાને આજે લોકસભામાં ચર્ચા માટે લાવવામાં આવસે. સત્તારુઢ ભાજપે પોતાના સાંસદોને ખરડો પારીત કરાવવા માટે વોટિંગની સ્થિતિને જોતા લોકસભામાં હાજર રહેવા માટેની વ્હિપ જાહેર કરી છે.

કોંગ્રેસ પહેલા જ સ્પષ્ટ કરી ચુકી છે કે તે મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર સંરક્ષણ વિધેયક-2018 પર થનારી ચર્ચામાં ભાગ લેશે. લોકસભામાં ગત ગુરુવારે જ્યારે મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર સંરક્ષણ વિધેયક-2018 ચર્ચા માટે લાવવામાં આવ્યો હતો, ત્યારે લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સૂચન કર્યું હતું કે આના પર આગામી સપ્તાહે ચર્ચા કરાવવામાં આવે. તેના સંદર્ભે સંસદીય કાર્ય પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે વિપક્ષ પાસેથી આશ્વાસન માંગ્યું હતું કે નિર્ધારીત દિવસે આના પર કોઈપણ પ્રકારની અડચણ વગર ચર્ચા કરવા દેવામાં આવે.

ખડગેએ કહ્યુ હતુ કે તેઓ અનુરોધ કરે છે કે આ ખરડા પર 27 ડિસેમ્બરે ચર્ચા કરાવવામાં આવે. તેઓ આમા ભાગ લેશે. કોંગ્રેસ અને અન્ય પક્ષો પણ ચર્ચા માટે તૈયાર છે. ખડગેના નિવેદન બાદ કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે ખડગેએ જાહેરમાં વાયદો કર્યો છે અને સરકારને 27મી ડિસેમ્બરે ચર્ચા કરાવવામાં કોઈ સમસ્યા નથી. તેઓ અનુરોધ કરે છે કે ચર્ચા ખુશનુમા અને શાંતિપૂર્ણ માહોલમાં થાય. આ વિષય પર કોંગ્રેસના વલણ સંદર્ભે પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ છે કે હાલ એ નિર્ધારીત કરવામાં આવ્યું છે કે કોંગ્રેસ ખરડા પર ચર્ચામાં ભાગ લેશે. કોંગ્રેસનું વલણ ગુરુવાર સવારની બેઠકમાં નિર્ધારીત થશે.

ટ્રિપલ તલાક એટલે કે તલાક-એ-બિદ્દતને ગેરકાયદેસર ઠેરવવા માટે સરકાર પહેલા પણ એક ખરડો લાવી ચુકી છે. આ ખરડો લોકસભામાં પારીત થયો હતો અને બાદમાં રાજ્યસભામાં ખરડો અટવાઈ ગયો હતો. કારણ કે રાજ્યસભામાં સત્તાપક્ષ પાસે પુરતું સંખ્યાબળ નથી અને વિપક્ષ દ્વારા ખરડાની કેટલીક જોગવાઈઓ પર વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ખરડાને પારીત થવામાં થઈ રહેલા વિલંબને જોતા સપ્ટેમ્બરમાં વિપક્ષના કેટલાક સંશોધનોને સ્વીકારીને સરકાર એક વટહુકમ લાવી હતી. આ વટહુકમ હાલ અસ્તિત્વમાં છે. જૂનો ખરડો હજીપણ રાજ્યસભામાં વિલંબિત છે. જ્યારે સરકારે વટહુકમની રૂપરેખા પર જ નવો ખરડો લોકસભામાં શિયાળુ સત્રમાં રજૂ કર્યો છે.

નવા ખરડામાં ટ્રિપલ તલાક એટલે કે તલાક-એ-બિદ્દતના મામલાને બિનજામીનપાત્ર ગુનો માનવામાં આવ્યો છે. પરંતુ સંશોધનના હિસાબથી હવે મેજિસ્ટ્રેટને પીડિતાનો પક્ષ સાંભળ્યા બાદ સુલેહ કરાવવાનો અને જામીન આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સંશોધિત ખરડામાં કરવામાં આવેલા પરિવર્તન પ્રમાણે, પીડિતા, તેની સાથે લોહીનો સંબંધ ધરાવતા સગા અને લગ્નને કારણે બનેલા તેના સંબંધીઓ જ પોલીસમાં એફઆઈઆર કરાવી શકે છે. મેજિસ્ટ્રેટને પતિ-પત્ની સાથે સમજૂતી કરાવીને લગ્નને યથાવત રાખવાનો અધિકાર પણ નવી જોગવાઈ હેઠલ આપવામાં આવ્યો છે. એક જ વખતમાં ત્રણ વખત તલાક કહીને તલાક-એ-બિદ્દતને કારણે પીડિત બનેલી મહિલા વળતરની પણ હકદાર રહેશે.

પહેલી જાન્યુઆરી-2017 બાદ તલાક-એ-બિદ્દતના 430 જેટલા મામલા સામે આવ્યા છે. 229 મામલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા અને 201 મામલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સામે આવ્યા છે. આમાના સૌથી વધુ 120 મામલા ઉત્તર પ્રદેશમાં સામે આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકની પ્રથાને ગેરકાયદેસર ઠેરવી છે.

Related posts

પોલિટિક્સ / પંજાબમાં લોકસભા ચૂંટણી અકાળી દળ સાથે લડશે બસપા, માયાવતીએ કર્યું ગઠબંધનનું એલાન

Hardik Hingu

GSTV Exclusive / અમદાવાદના આકાશમાં આ શું દેખાયું?, પરગ્રહવાસીઓ, ધૂમકેતુ કે કંઈ બીજું?

Hardik Hingu

પોલિટિક્સ / પૂર્વ સીએમ આઝાદની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત, જાણો ક્યાં મુદ્દે થઈ ચર્ચા

Hardik Hingu
GSTV