GSTV
Home » News » ત્રણ તલાક બિલ પર રાજ્યસભામાં ભાજપની સહયોગી પાર્ટીએ જ કર્યો વિરોધ

ત્રણ તલાક બિલ પર રાજ્યસભામાં ભાજપની સહયોગી પાર્ટીએ જ કર્યો વિરોધ

રાજ્યસભામાં ત્રણ તલાક બિલનો વિરોધ બિહારમાં ભાજપની સહયોગી પાર્ટી જેડીયુએ કર્યો હતો. જેડીયુના સાંસદ વશિષ્ઠ નારાયણસિહે જણાયુ હતુ કે, અમારી પાર્ટી ત્રણ તલાક બિલના વિરોધમાં છે. તમામ પાર્ટીની વિચારધારા હોય છે. જેથી આ બિલ માટે જેડીયુ એનડીએ સાથે નથી. જેથી જેડીયુએ રાજ્યસભામાંથી વોક-આઉટ કર્યુ હતુ.

 લોકસભામાં જ્યારે ત્રણ તલાક બિલ રજૂ કરવામાં આવ્યુ ત્યારે પણ જેડીયુએ બિલનો વિરોધ કર્યો હતો. જેડીયુનો આરોપ છે કે, બિલ રજૂ કરતા પહેલા કોઈપણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી. જેથી ત્રણ તલાકના બિલમાં અનેક ખામી છે. રાજ્યસભામાં જેડીયુના 6 સાંસદ છે. જેથી એનડીએને મોટો ઝાટકો લાગ્યો છે. ચર્ચા દરમ્યાન વશિષ્ઠ નારાયણ સિંહે તબિયત ખરાબ હોવાની વાત કહીને રાજ્યસભા ચેરમેન વેંકૈયા નાયડૂને જલ્દીથી બોલવા માટે સમય માંગ્યો હતો.

ત્યારબાદ તેમણે બોલવાનું શરૂ કર્યુ હતુકે, વિચારની યાત્રા ક્યારેય ખતમ થતી નથી. જે સપનું ગાંધી-જયપ્રકાશ અને લોહિયએ જોયુ હતુ. તેને સમાજ આજે પુરુ કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે. ત્રણ તલાક, બાળવિવાહ સમાજમાં જામી ગયા છે. તેને દૂર કરવામાં સમય લાગે છે. ત્રણ તલાક બિલ એક સવાલ છે. તેની પર જાગૃત થવાની જરૂર છે.

લોકતંત્રની આ જ ખુબી છે. આજે અમે આ વાત પર અસહમત છીએ, તો કાલે સહમત પણ થઈશું. તેની સાથે જ સાંસદે સદનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. જેડીયુ આ બિલનો વિરોધ કરી રહી છે. જેડીયુ આ બિલ હેઠળ ત્રણ તલાકને અપરાધિક કરવાનો વિરોધ કરી રહી છે.

READ ALSO

Related posts

વૈજ્ઞાનિકોએ કબૂતરોનાં 40 પાંખોથી બનાવ્યું ભવિષ્યનું અદભૂત પક્ષી, જુઓ PHOTOS

pratik shah

ભાજપના સાંસદનો બફાટ, શાહીનબાગમાંથી વિરોધીઓને ચપ્પલ મારીને હટાવીશું

Pravin Makwana

પ્રશાંત કિશોર મામલે નીતિશ કુમારનો મોટો ખુલાસો : અમિત શાહની ભલામણ હતી, તેમને જવું હોય તો જાય

Karan
Do NOT follow this link or you will be banned from the site!