GSTV

કોરોના વાયરસની જંગ જીત્યો ભારતનો આ શતકધારી ક્રિકેટર, રમી શકશે IPL

સમગ્ર દેશમાં કોરોના વાયરસની બીમારીએ ભલભલી હસ્તીઓને પોતાની લપેટમાં લઈ લીધી છે. બંગાળના કેટલાક ફૂટબોલ ખેલાડી, ભારતીય હોકી ટીમના કેપ્ટન સહિત પાંચેક ખેલાડીના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા તેવી જ રીતે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી ચૂકેલો કરુણ નાયર પણ કોરોનાની બીમારીમાંથી બહાર આવ્યો છે.

કરુણ નાયરે 2016માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારી  હતી. તેનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો પરંતુ હવે તે સાજો થઈ ગયો છે અને ક્રિકેટ રમવા માટે સંપૂર્ણપણે ફિટ છે. તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે 14 દિવસ આઇસોલેશનમાં હતો. કોરોનાની મહામારીમાં આવેલો તે ભારતનો પ્રથમ હાઇ પ્રોફાઇલ ક્રિકેટર હતો. જોકે આઠમી ઓગસ્ટે તેનો ફરીથી રિપોર્ટ કરાવાયો હતો જે નેગેટિવ આવ્યો છે.

હકીકતમાં કરુણ નાયરને કોરોના થયો છે તે બાબતની જાણ તેની આઇપીએલની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબે દુબઈ જનારા તમામ ખેલાડીના ટેસ્ટ કરાવ્યા ત્યારે થઈ હતી. જોકે નાયર માટે આઇપીએલનો માર્ગ હજી પૂરે પૂરો મોકળો થયો નથી કેમ કે પંજાબની ટીમ 20મી ઓગસ્ટે ખેલાડીઓને લઈને દિલ્હી પહોંચશે ત્યાંથી બાકીના ખેલાડીઓને લઈને દુબઈ જવા રવાના થતાં અગાઉ તમામ ખેલાડીના ત્રણ વાર કોરોના ટેસ્ટ થશે અને તેમાં નેગેટિવ આવનારા ખેલાડી જ દુબઈ જઈ શકશે.

READ ALSO

Related posts

સરકારી હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતી દવાઓ વધુ એક વખત ફેલ થતા ચકચાર

Nilesh Jethva

ખાનગી શાળાની દાદાગીરી: સ્કૂલ ફી ન ભરતા શિક્ષણમંત્રીની ભાણેજનું નામ હટાવી દીધું, થઈ જોવા જેવી

Pravin Makwana

રાજ્યના આ જિલ્લા પોલીસનો નવતર પ્રયોગ, વાહન ચાલકોને આપ્યાં મફતમાં હેલમેટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!