GSTV

ટીમ ઈન્ડિયાની આ તીગડીને જોતાં જ વિરોધી ટીમના છૂટી જાય છે પરસેવા

એક સમયે બેટિંગ માટે જાણીતી ભારતીય ટીમ હવે તેની જબરજસ્ત બોલિંગથી સામેની ટીમનો પરસેવો છૂટો કરી દે છે. ભારતીય ક્રિકેટ ફેન્સથી લઈને જાણકારો સુધી કોઇએ કલ્પના પણ નહીં કરી હોય કે, જે ટીમ એક સમય માત્ર ફિરકીના ભરોસે મેદાનમાં ઉતરતી હતી એ આજે ફાસ્ટ બોલિંગથી ક્રિકેટની દુનિયામાં આટલું નામ કમાશે, જેમાં સ્પીડ અને સ્વિંગના સિકંદર મોહમ્મદ શમીએ તાજેતરમાં જ આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં 8ના નંબરથી છલાંગ લગાવી સાતમા નંબરે પહોંચી ગયો છે.

ભારતીય ટીમ દુનિયાભરમાં તેના બૉલરોના કારણે મેદાન મારી રહી છે. તાજેતરના દિવસોમાં ઘરેલૂ પીચો પર દક્ષિણ આફ્રીકા અને બાંગ્લાદેશ સામે પહેલી ટેસ્ટમાં ભારતીય બૉલરોએ એટલું જબરજસ્ત પ્રદર્ષન કર્યું કે, વિપક્ષી ટીમ માટે 5 દિવસની ટેસ્ટમાં 3 દિવસ પણ મેદાનમાં ટકવું મુશ્કેલ થઈ ગયું. કેપ્ટન કોહલીને પણ માનવું પડ્યું કે, અત્યારે જે બૉલિંગ કૉમ્બિનેશન છે એ કોઇપણ કેપ્ટન માટે ડ્રીમ કૉમ્બિનેશન છે. મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને ઈશાંત શર્મ, ટીમ ઈન્ડિયાનાં એ હથિયાર છે, જે વિદેશી ટીમોના નાકમાં દમ લાવી દે છે.

શમી છે શાનદાર
મોહમ્મદ શમીની રિવર્સ સ્વિંગ અને સટીક લાઇન લેન્થના કારણે બેટ્સમેનએ ક્રીઝ પર ટકવું મુશ્કેલ બની જાય છે. શમી એવા ફોર્મમાં છે, જેને જોઇને લાગે છે કે, તે કેપ્ટનને વિકેટ ઑન ડિમાન્ડ આપી શકે છે, બાંગ્લાદેશ સામેની પહેલી ઈનિંગમાં 3 વિકેટ લીધી તો બીજી ઈનિંગમાં તો વધારે ઘાતક બની 4 વિકેટ ખેરવી.

આંકડા અનુસાર, અત્યારે દુનિયામાં બીજી ઇનિંગમાં વિકેટ લેવાની બાબતમાં શમી સૌથી આગળ છે, શમીએ છેલ્લાં બે વર્ષોમાં વીસ ટેસ્ટમા એકાવન વિકેટ લીધી છે, જેમાં તેનો સ્ટાઇક રેટ 32.2 છે. ઑસ્ટ્રેલિયાના પૈટ કમિંસે છેલ્લાં બે વર્ષોમાં 18 ટેસ્ટમાં 48 વિકેટ લીધી છે, જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 36.6નો છે, દક્ષિણ આફ્રીકાના કાગિસો રબાડાએ છેલ્લી 16 મેચોમાં 40.4ના સ્ટ્રાઇક રેટથી 34 વિકેટ લીધી છે.

ઉમેશની સ્પીડ વરસાવે છે વાવાજોડુ બની કહેર
મોહમ્મદ શમી સિવાય ટીમનો સ્પીડ બૉલર ઉમેશ યાદવ પણ અત્યારે ફોર્મમાં છે. ઉમેશ ટીમને શરૂઆતમાં જ સફળતા અપાવી દે છે, જેથી વિરોધી ટીમ દબાણમાં આવી જાય. બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં બંને ઈનિંગમાં ઉમેશે શરૂઆતમાં જ વિકેટ લઈ લીધી હતી. છેલ્લાં બે વર્ષમાં ઉમેશે બોલિંગ પાછળ બહુ મહેનત કરી છે, તેની ઈન સ્વિંગ બેટ્સમેનની વિકેટ ખેરવી દે છે અને બેટ્સમેન જોતો જ રહી જાય છે, બાંગ્લાદેશ સામે બંને ઈનિંગની મળીને ઉમેશે 4 વિકેટ લીધી હતી.

ઈશાંત પણ કઈં ઓછો નથી
ઈશાંત શર્માને શમી અને ઉમેશની તુલનામાં વિકેટ ઓછી મળી છે, પરંતુ ઈશાંત બેટ્સમેનો પર દબાણ બનાવવામાં સફળ થઈ જાય છે. ઈશાંતને તેની ઊંચાઇનો બહુ સારો ફાયદો મળે છે અને તે બૉલિંગમાં બાઉન્સરનો હથોયાર તરીકે ઉપયોગ કરે છે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં બંને ઈનિંગમાં મળીને ઈશાંતે ત્રણ વિકેટ લીધી. તે પણ ટીમ ઈન્ડિયાના ડ્રીમ બૉલિમ્ગ કૉમ્બિનેશનનો મહત્વનો ભાગ છે.

Related posts

કરફ્યું જાહેર છતાં લોકો નિયમોની કરી રહ્યાં છે ઐસીતૈસી, સીએમે આપી આ ધમકી

Nilesh Jethva

7 દિવસમાં જ રાજ્યને કોરોનામુક્ત કરી દઈશું : 70 છે પોઝિટીવ કેસ, 26 હજાર ક્વોરંટાઈનમાં

pratik shah

આસારામના ભક્તોએ જેલમુક્તિ માટે કરી માંગ, શું આસારામ માટે રસ્તો સરળ રહેશે ?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!