GSTV

તૃણમૂલના એક સાંસદ ‘હિટલરનો ડ્રેસ’ પહેરીને સંસદમાં આવ્યા, કારણ અજીબ છે

માણસના વસ્ત્રો તેમના વ્યક્તિત્વના પરિયાચક હોય છે તેથી જ કહેવાય છે કે, એક નૂર આદમી, સો નૂર કપડા અને તે બાબત રાજકારણીને પણ લાગુ પડે છે. પણ આ પ્રકારનો મેસેજ વડાપ્રધાનને આપવા માટે તૃણમૂલના એક સાંસદ નારામલ્લી શિવપ્રસાદ ‘હિટલરનો ડ્રેસ’ પહેરીને સંસદમાં આવ્યા હતા જેના દ્વારા તેમણે વડાપ્રધાનને શાસનમાં હિટલરશાહી ન ચલાવવાનો મેસેજ આપવા પ્રયાસ કર્યો હતો. તેઓ આંધ્રના ચિત્તુરના સાંસદ છે.

શિવપ્રસાદે કહ્યું હતું કે, મહિલા, ખેડૂત કે માલધારી તેમના સંબંધિત કાર્યો માટે સંકેતોનો ઉપયોગ કરતા હોય છે. તેમણે કહ્યું હતું કે, આંધ્રના વિભાજન પૂર્વે વડાપ્રધાને રાજ્યને સ્પેશ્યલ સ્ટેટસ કેટેગરી આપવા કહ્યું હતું પણ હવે તે બાબત કંઈ સાંભળવા તૈયાર નથી. શિવપ્રસાદે ખાખી કોટ, ટુથબ્રશ જેવી મૂછો સાથે આવીને વડાપ્રધાનને એવો મેસેજ આપવા પ્રયાસ કર્યો હતો કે, તેઓ હિટલરને અનુસરે નહિ. પૂર્વે લોકોને આપેલા વચનો યાદ રાખે અને હિટલર જેવું વર્તન ન કરે. તેમણે પત્રકારોને હાથ હલાવીને અભિવાદન કર્યું હતું અને તેમને લશ્કરના વડાની જેમ સલામ પણ કરી હતી.

Related posts

એક OTP દ્વારા તમારું વૉટ્સઅપ એકાઉન્ટ થઈ જશે હેક, મિત્ર માગે તો પણ ભૂલથી ના આપતા

Bansari

કોરોનામાં નહીં મળે પોલીસને સ્પેશ્યિલ ટ્રીટમેન્ટ : સામાન્ય જનતાની જેમ લાઈનોમાં રહેવું પડશે ઉભા, કોરોના વોરિયર્સની હાલત ખરાબ

Bansari

સગર્ભા મહિલાઓને સાચવજો : આ હોસ્પિટલમાં મળી ચૂકી છે 57 કોરોના પોઝિટીવ સગર્ભા મહિલાઓ, જીવ મૂકશો જોખમમાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!