GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

યુવા ધારાસભ્યની ગોળી મારી હત્યા, ભાજપ પર લાગ્યો હત્યા કરાવવાનો આરોપ

તૃણમૂલ કોંગ્રેસના એક ધારાસભ્યની હત્યા કરી દેવામાં આવી છે. નાદિયા જિલ્લાના કૃષ્ણગંજના ટીએમસીના ધારાસભ્ય સત્યજીત બિશ્વાસની હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી દીધી છે. સરસ્વતી પૂજા દરમિયાન ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ થઈ રહ્યો હતો. મંચ પરથી ઉતર્યા બાદ હમલાવરોએ બિશ્વાસ પર ગોળીઓ ચલાવી હતી.

જણાવી દઈએ કે નાદીયા જિલ્લો બાંગ્લાદેશની સીમા નજીક આવેલો જિલ્લો છે. હાલના દિવસોમાં ભાજપે આ વિસ્તારમાં બઢત બનાવીને રાખી છે. સત્યજીત બિશ્વાસ મતુઆ સમુદાયની સાથે જોડાયેલા હતા. ટીએમસી અને બીજેપી બંન્ને માટે રાજનૈતિક રૂપથી સંવેદનશીલ રહ્યા છે. ત્યાં ટીએમસીના સમર્થકોએ હત્યા પાછળ ભાજપનો હાથ હોવાનું જણાવ્યું હતું. જિલ્લા ટીએમસી અધ્યક્ષ ગૌરીશંકર દત્તાએ આ હત્યા માટે બીજેપી અને મુકલ રૉયના સમર્થકોને જવાબદાર ઠેરવ્યા હતા.

જોકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ દીલીપ ઘોષે આરોપોને ફગાવી દીધા હતા. તેમણે ટીએમસીમાં ગુટીય લડાઈને આ માટે જવાબદાર ઠેરવી હતી. તેમણે આગળ માંગ કરી હતી કે દોષિતોની તુરંત પહેચાન કરવામાં આવે. સત્યજીત બિશ્વાસ પશ્ચિમ બંગાળના યુવા અને લોકપ્રિય નેતા હતા. બિશ્વાસે હાલમાં જ લગ્ન કર્યા હતા.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 7074 કેસ, સંક્રમીતોની સંખ્યા બે લાખને પાર

Mansi Patel

‘આયુષ્યમાન ભારત’ યોજનામાં તમારુ નામ રજીસ્ટર્ડ છે કે નહીં તે જાણવુ છે એકદમ સરળ, આ રીતે જાણી શકશો

Pravin Makwana

સાવધાન: ચીન ભારત પર કરવા જઈ રહ્યું છે સૌથી મોટો હુમલો, 20 લાખ લોકોને થશે અસર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!