GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

TikTok બેન થતા આ એપ્લીકેશનને ચાંદી જ ચાંદી, અચાનક દેશમાં થઈ ગયા 2 કરોડ યૂઝર્સ

TikTok

ચીનની 59 એપ પર ભારતમાં પ્રતિબંધ લાગ્યા બાદ ઘણી બીજી એપ્સની માગ ખૂબ જ વધી ગઈ છે. જેમાથી કેટસીક ભારતીય એપ છે તો કેટલીક બીજા દેશની, જેને દર કલાકે લાખો યુઝર્સ ડાઉલોડ કરી રહ્યા છે. હવે TikTOk ની જગ્યાએ ચિંગારી, રોપોસો, ડબસ્મેશ અને ટ્રિલર જેવી એપ્સનો વપરાશ ખૂબ જ તેજીથી વધી રહ્યો છે. યૂએસ બેસ્ડ કંપનીએ સોશિયલ વીડિયો પ્લેટફોર્મ Triller ના ડાઉનલોડમાં વિશ્વ અને ભારતીય બજાર બંનેમાં રાતોરાત સ્પાઈક જોવા મળ્યુ છે. અચનાક આવેલી તેજી બાદ આ એપ્લીકેશનના દુનિયાભરમાં 130M યૂઝર અને ભારતમાં 2 કરોડ યૂઝર થઈ ચૂક્યા છે.

ટ્રિલર એપ વધારે દેશમાં ઉપલબ્ધ

શુક્રવારે સવાર સુધી આ ફોટો અને વીડિયો એપની શ્રેણીમાં ભારતમાં ત્રીજી સૌથી વધારે વધુ પસંદ કરવામાં આવી એપ છે. Triller એપ TikTok યૂઝર્સને તેજીથી પોતાની તરફ ખેંચી રહ્યુ છે. ત્યાં સુધી કે, પ્રખ્યાત ગાયક અરમાન મલિકે પોતાનુ નવુ ગીત ‘નેક્સ્ટ ટૂ મી’ થી એક ચેલેન્જ આપી. જેના અત્યાર સુધી 1 કરોડથી વધારે વખત વ્યૂઝ થઈ ચૂક્યા છે. ટ્રિલર એપ વધારે દેશમાં ઉપલબ્ધ છે. જોકે, ચીનમાં નથી.

Triller નું મોટુ માર્કેટ

TikTok બાદ Trillerના 50m મંથલી એક્ટિવ યૂઝર છે. કેટલાક વર્ષો પહેલા આ એપને એક બિલિયન યૂએસ ડોલરમાં બાઈટડાંસને વેંચી દેવામાં આવ્યુ હતુ. આ પ્લેટફોર્મ વર્ષભરમાં 600 ટકાથી પણ વધારે વધી ગયો અને સૌથી તેજીથી વધતા સોશિયલ મીડિયા એપમાં સામેલ થઈ ગયુ. ટ્રિલરના કાર્યકારી અધ્યક્ષ બોબી સર્નેવશે કહ્યુ, અમે ભારત અને દુનિયાના લોકો સુધી અવાજ, સંગીત સુરક્ષિત પહોંચાડવા પર ગર્વ છે. ઉલ્લેખનીય છે કે, TikTok બેન કર્યા બાદ તેના જેવા ફીચર્સ આપનાર મેડ ઈન ઈંડિયા એપ મિત્રોના ડાઉનલોડ્સ પણ ખૂબ જ તેજીથી વધી ગયા છે. આ પેને ગૂગલ પ્લે સ્ટોર પરથી 1.7 કરોડથી વધારે વખત ડાઉનલોડ કરવામા આવી છે.

ચિંગારી એપની પણ વધી પોપ્યુલરિટી

દેશભરમાં ચીની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાના કેમ્પનની વચ્ચે ચિંગારી એપ્લીકેશનની પોપ્યુલરિટી પણ ખૂબ જ તેજીથી વધી ગઈ છે. આ એપ્લીકેશન ટિકટોકથી મળતુ આવતુ પ્લેટફોર્મ છે. હાલના આંકડાઓથી જાણવા મળે છે કે, ભારતીય યૂઝર્સ અમને ખૂબ જ સારો રિસ્પોન્સ આપી રહ્યા છે. અત્યાર સુધી આ એપને 25 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે.

READ ALSO

Related posts

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!