GSTV
Home » News » ઇન્ડોનેશિયામાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની આગાહીથી ભયનો માહોલ

ઇન્ડોનેશિયામાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની આગાહીથી ભયનો માહોલ

ઇન્ડોનેશિયામાં 6.8ની તીવ્રતાના આંચકા આવ્યા છે. હાલ ઇન્ડોનેશિયાની સરકારે દરિયાકિનારા વિસ્તારો પર હાઈએલર્ટ આપી સુમાની આવવાની આગાહી કરી છે અને લોકોને ઊંચી જગ્યાએ પહોંચવા જણાવવામાં આવ્યું છે. સ્થાનિક પ્રશાસને પણ માછીમારો અને નાવિકોને દરિયો ન ખેડવા જણાવ્યું છે. ભારતીય સમય મુજબ 12મી એપ્રિલે સાંજે 5 વાગીને 10 મિનિટે ભૂકંપ આવ્યો હતો.

અમેરિકન એજન્સી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ જિઓલોજિકલ એજન્સીએ કહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 43 કિ.મી. નીચે નોંધવામાં આવ્યું છે. ભૂકંપનું કેન્દ્ર ગોરોન્ટાલો વિસ્તારથી 280 કિલોમીટર દક્ષિણ તરફ હતું. ભૂકંપ આવવાને કારણે લોકો આમતેમ દોડભાગ કરવા લાગ્યા હતા. આ ઉપરાંત લોકોમાં ભયનો માહોલ છે. ભૂકંપને કારણે કોઈ જાનહાનિ થઈ હોવાની ઘટના સામે આવી નથી.

વિશ્વમાં પૃથ્વીની સપાટી પર સક્રિય જ્વાળામુખીમાંના મોટાભાગના જ્વાળામુખી ઇન્ડોનેશિયામાં જ આવેલા છે.આથી આ વિસ્તારને ‘રિંગ ઑફ ફાયર’ અથવા ‘આગના ગોળા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.વર્ષ 2004માં ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપના કારણે સર્જાયેલી સુનામીએ હિંદ મહાસાગરના તટ વિસ્તારોમાં મોટી તબાહી મચાવી હતી. આ કારણે સવા બે લાખથી વધુ લોકોનાં મોત થયાં હતાં. જેમાં સવા લાખ મોત ઇન્ડોનેશિયામાં થયાં હતાં.

READ ALSO

Related posts

આસામનાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, માંડ માંડ બચ્યા

pratik shah

સુરતમાં અગમ્ય કારણોસર માતાએ પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

pratik shah

ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે મોં પર ચોપડાવ્યું: ભારત સાથે મારા સારા સંબંધો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!