GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

Smart Trick/ વારંવાર Hang થાય છે ફોન? આ નાની ટ્રીકથી દૂર થશે સમસ્યા અને સ્માર્ટફોન થઇ જશે સુપરફાસ્ટ

મોબાઈલ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, કારણ કે મોટા ભાગનું કામ સ્માર્ટફોન દ્વારા થાય છે. પરંતુ ઘણી વખત મોબાઈલ હેંગ થવા લાગે છે, જેના કારણે સ્થિતિ એવી બની જાય છે કે જરૂરી કામ કરતી વખતે ફોન અધવચ્ચે જ અટકવા લાગે છે જેના કારણે ઘણી વખત નુકશાન પણ થાય છે. અમે તમને કેટલીક સ્માર્ટફોન ટિપ્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છે જે તમને ફોન હેંગ થવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. ફોન હેંગની સમસ્યાને દૂર કરીને, તમે તમારા ફોનની પ્રોસેસિંગ સ્પીડની અસર પણ જોઈ શકશો.

એન્ડ્રોઇડ

મોબાઈલ હેંગની સમસ્યા ત્યારે વધુ થાય છે જ્યારે ફોનમાં હાજર રેમ ફુલ થઇ જાય છે, Budget Smartphones અથવા સમજી લો કે ઓછી કિંમતમાં આવવા વાળા ફોનની રેમ વધારવું શક્ય નથી, પરંતુ જો તમે ફોન હેંગની સમસ્યા દૂર કરવા માંગતા હોવ તો. ફોનમાંથી આવી નકામી એપ્સને અનઇન્સ્ટોલ કરો જેનો તમે ઉપયોગ નથી કરતા.

આટલું જ નહીં, તમે Cache Filesનું નામ તો સાંભળ્યું જ હશે જ્યારે પણ તમે કોઈ એપ ખોલો છો ત્યારે Cache Files જમા થવા લાગે છે, તેથી સમયાંતરે આ ફાઈલોને ક્લિયર કરવી સમજદારીભર્યું છે.

જ્યારે ફોનમાં વધુ મોબાઈલ એપ્સ ચાલતી હોય અને ફોનમાં રેમ ઓછી હોય ત્યારે Phone Hang થઈ જાય છે. આવી સ્થિતિમાં, બેકગ્રાઉન્ડમાં કઇ એપ્સ ચાલી રહી છે તેના પર એક નજર નાખો, જેનો તમે ઉપયોગ નથી કરી રહ્યા અથવા તે જાણ્યા પછી તેને રેમમાંથી દૂર કરો.

Read Also

Related posts

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu

પૃથ્વી પરનો છે આ સૌથી અસાધારણ જીવ, શરીરના નાશ પામેલા અંગો જાતે ઉગાડવાની ધરાવે છે ક્ષમતા

GSTV Web Desk

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk
GSTV