GSTV
Finance Trending

PAN-આધાર લિંક કરવાની સમય મર્યાદા વધી, માત્ર એક મિનિટમાં આ ટ્રીકથી જાણી શકશો કે તમારું પાનકાર્ડ અસલી છે કે નકલી

કેન્દ્ર સરકારે પાનકાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા લંબાવી છે. નવી મળતી માહિતી મુજબ, PAN-આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તમારે હવે ચિંતા છોડીને ફટાફટ લિંક કરાવી લેવું જરૂરી છે. હવે આ મહત્વપૂર્ણ કામ પૂરું કરવા માટે સરકારે વધુ 3 મહિનાનો સમય આપ્યો છે. જો તમે આ સમયમર્યાદામાં તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરો, તો તમારું પાન કાર્ડ ડિએક્ટીવેટ થઈ જશે.

નવી મળતી માહિતી મુજબ, PAN-આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. એટલે હવે તમારે ઉતાવળ કરવાની જરુર નથી પરંતુ સમયસર આધાર પાન લિંક કરવાની જરુર છે. હા પણ આ પરિસ્થિતિમાં તમારુ પાન કાર્ડ ફેક તો નથી થઈ ગયુંને એ જાણવું પણ એટલું જરૂરી છે.

જો પાન કાર્ડ નકલી નીકળશે તો તમામ કામ અટકી જશે

જો પાન કાર્ડ નકલી હશે, તો તમારા તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો અટકી જશે. આધારકાર્ડ અને પાન કાર્ડની જરૂરિયાત મહત્ત્વના કાર્યોમાં થાય છે. બેંકમાં નવું એકાઉન્ટ ખોલાવવા, મકાન ખરીદવા કે વેચાણના દસ્તાવેજ બનાવવા, વાહન ખરીદવું અથવા વેચવું, ઈન્કમટેક્સ રીટર્ન ફાઈલ કરવા વગેરે કાર્યોમાં પાન કાર્ડ ફરજિયાત છે. આ સિવાય 2 લાખ રૂપિયાથી વધુની જ્વેલરી ખરીદવા જેવા કાર્યોમાં પણ પાન કાર્ડ વપરાય છે.

માત્ર 1 મિનિટમાં જાણો પાન કાર્ડ નકલી છે કે નહીં

સૌથી પહેલા તમારે આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ (પાન કાર્ડ ઈ-ફાઈલિંગ) પોર્ટલ પર જવું પડશે.
અહીં તમારે ‘Verify your PAN વિગતો’ની લિંક પર ક્લિક કરવાનું રહેશે.
આ પછી, યુઝર્સે પાન કાર્ડની વિગતો ભરવાની રહેશે.
તમને પાન નંબર, પાન કાર્ડ ધારકનું પૂરું નામ, જન્મ તારીખ વગેરે વિશે માહિતી આપવામાં આવશે.
સાચી માહિતી ભર્યા પછી, પોર્ટલ પર એક મેસેજ આવશે કે, તમે ભરેલી માહિતી તમારા પાન કાર્ડ સાથે મેળ ખાય છે કે નહીં.
આ રીતે તમે સરળતાથી પાન કાર્ડની સત્યતા જાણી શકશો.

આ રીતે બનાવો પાન કાર્ડ

ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જઇને પાન કાર્ડ બનાવી શકાય છે. જેમણે હજુ સુધી PAN કાર્ડ નથી બનાવ્યું એમણે E PAN મેળવવા માટે તમારો આધાર કાર્ડ નંબર આપવો પડશે, જેમાંથી OTP જનરેટ થશે અને તમને થોડીવારમાં E PAN જારી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર

READ ALSO

Related posts

મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે આ 5 સુપરફૂડ્સનું સેવન જરૂર કરવું જોઈએ, બીમારીઓ અને ત્વચાને લગતી સમસ્યાઓ દૂર રહશે

Drashti Joshi

રાજ્યસભા ઈલેક્શન/ કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને લખ્યો પત્ર, 3 બેઠકો માટે ઓગસ્ટમાં ચૂંટણી યોજાશેઃ ઉમેદવારો બદલાશે કે રીપિટ થશે?

HARSHAD PATEL

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોના વીમાને તરત ક્લેમ કરશે LIC, હેલ્પલાઇન નંબર જારી, આપવા પડશે આ દસ્તાવેજો

Siddhi Sheth
GSTV