GSTV
dang Trending ગુજરાત

સરકારની ખોખલી વાતો: ઓનલાઈન શિક્ષણ શું હોય તે આદિવાસી પટ્ટાના વિદ્યાર્થીઓને ખબર પણ નથી, ઝાડ પર બેસીને કરે છે અભ્યાસ

કોરોના કાળમાં છેલ્લા દોઢેક વર્ષથી વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી અભ્યાસ કરે છે. જોકે રાજ્યના છેવાડા અને આદિવાસી વિસ્તાર ડાંગમાં બાળકો માટે આ શિક્ષણ હજુ સમજની બહાર છે.

આમ તો શિક્ષણ સરસ્વતીના મંદિર એટલે કે શાળામાં બેસીને લેવાય પરંતુ ડાંગના વિદ્યાર્થીઓ ઝાડ કે છાપરા પર બેસીને શિક્ષણ લેવા મજબૂર બન્યા છે. કોરોના કાળમાં શિક્ષણ ઓનલાઈન થતા ડાંગ વિસ્તારના બાળકો માટે શિક્ષણ વધુ અઘરુ બની ગયુ છે. ડાંગના સુબિર વઘઈ અને આહવા તાલુકાન અંતરિયાળ ગામોમાં મોબાઈલ નેટવર્કથી હજારો વિદ્યાર્થીઓ ચિંતિત છે.

મોબાઈલ નેટવર્ક મેળવવા વિદ્યાર્થીઓ ગામથી દૂર જંગલની વચ્ચે ખેતરમાં પહોંચી જાય છે અને કલાકો સુધી ખુલ્લા આકાશમાં મોબાઇલ શિક્ષણ મેળવે છે, મોટા ભાગના વિદ્યાર્થીઓ જીવન જોખમેં ઘરના છાપરા ઉપર કે મોટા ઝાડ ઉપર ચડીને બેસી જાય અને શિક્ષણ મેળવવાનો પ્રયાસ કરે છે. જોકે નેટવર્કના અભાવે પૂરતુ શિક્ષણ મેળવી શકતા નથી.

કોરોનાકાળમાં શિક્ષણને લઈને આ સ્થિતિ પર શિક્ષણ વિભાગના અધિકારીઓ ચિંતિત છે અને આથી જ તેઓએ ઓટલા શિક્ષણ અને ફળિયા શિક્ષણની જાહેરાત કરી અને બાળકો સુધી પહોંચવા શિક્ષકો ને સૂચના આપતા હવે ઓટલા શિક્ષણ શરૂ થયુ છે.

આપણે ગામડા ગામડા સુધી મોબાઈલની સુવિધા પહોંચાડી પરંતુ તેની નેટવર્કની સમસ્યા યથાવત છે. ત્યારે તંત્ર આ સમસ્યા ઉકેલે તો બાળકો પૂરતુ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તેમ છે.

READ ALSO

Related posts

પાટીલનો કેજરીવાલને પડકાર/ પધારો અને અમારી સ્કૂલો જુઓ, 21 હજાર બાળકોએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

GSTV Web Desk

રાહુલની મુલાકાતમાં એક મહિના પછી કેમ પહોંચ્યા સોનિયા ગાંધી? જાણો કેવી રીતે કામ કરશે ચૂંટણીનું ગણિત

Hemal Vegda

દારૂડીયા પતિનું કારસ્તાન / પત્નીની આવકમાંથી દારૂનો નશો કરતા પતિએ તેના પર જ કર્યો એસિડ એટેક

GSTV Web Desk
GSTV