GSTV

આત્મનિર્ભરતા / વાંસમાંથી વિવિધ ચીજો બનાવી ગુજરાન ચલાવતા આદિવાસી કોટવાડિયા પરિવારોને વાંસ નહી મળતા જાતે ખેતી શરૃ કરી

વાંસ

Last Updated on August 4, 2021 by Bansari

તાપી જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે જયાં જંગલો અને પહાડો છે.આ વિસ્તાર માં આદિવાસી લોકો પશુપાલન કરીને કે ખેતી કરીને ગુજરાન ચલાવતા હોય છે.પરન્તુ એક વર્ગ એવો પણ છે જે જંગલમાં ઉગતા વાંસ ની માંથી વિવિધ અવનવી વસ્તુઓ બનાવી ને ગુજરાન ચલાવે છે. જોકે જંગલો કપાઇ રહ્યા હોવાથી જિલ્લામાં વાંસનું પ્રમાણ ઘટતા હવે ખેડૂતોએ વાંસની ખેતી શરૃ કરી છે.

જંગલો કપાતા ગયા છે તેથી હવે વાંસની અછત ઉભી થઇ

છેલ્લા થોડા વર્ષોથી તાપી જિલ્લામાં વાંસનું પ્રમાણ ઓછું થવા લાગ્યું છે. જંગલો કપાતા ગયા છે તેથી હવે વાંસની અછત જણાય રહી છે. જિલ્લામાં ઘણા એવા કોટવાડિયા પરિવારો છે કે પેઢી દર પેઢી વાંસ માંથી વસ્તુ બનાવીને ગુજરાન ચલાવે છે. ચીજો લોક માર્કેટ અથવા વેપારીઓને વેચે છે. તેમનો મુખ્ય ધંધો જ વાંસ માંથી વિવિધ વસ્તુઓ બનાવી ને વેચવાનો છે.

વાંસ

વાંસની ખોજમાં તેઓ જંગલ માં ભટકે છે

પરંતુ હવે કેટલાય સમયથી વાંસ જ્યાંથી મળતા તે ભાગ જંગલમાં જતો રહેતા તેમને વાંસ મળવા માં મુશ્કેલી પડવા લાગી છે. તેઓને હવે વાંસ ખૂબ ઓછા મળે છે. બે થી ત્રણ દિવસ સુધી વાંસની ખોજમાં તેઓ જંગલ માં ભટકે છે અને જ્યારે વાંસ મળે ત્યારે તેઓ ઘરે લાવી તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે. જેથી હવે તાપીના ખેડૂતો વાંસની ખેતી તરફ વળ્યા છે. મોટાભાગના કોટવાડિયા પરિવારો જેઓ વાંસ પર જ નભે છે તેઓ હાલ પોતાના ખેતરમાં વાંસની ખેતી કરી રહયા છે.

વાંસ

સવિતાબેન ગામીતે કહ્યું કે, અમે બધા વાંસની વસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરીને ગુજરાન ચલાવીએ છે. પરંતુ હવે જંગલોમાં વાંસ ઓછા થવા લાગ્યા છે તેથી હવે અમે જાતે જ વાંસ ઉગાડીયે છે.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!