GSTV
Surat ગુજરાત

એક વર્ષથી સરકારી સહાય બંધ થતા આદિવાસી વૃદ્ધ મામલતદાર કચેરીએ પહોંચ્યા

સુરતના માંગરોળ મામલતદાર કચેરી ખાતે વૃદ્ધ લોકોએ મોરચો માંડયો. છેલ્લા એક વર્ષથી સરકારી સહાય બંધ થતા આદિવાસી વૃદ્ધ લોકો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને મામલતદારને પોતાની વ્યથાની રજૂઆત કરી હતી

હાથ માં લાકડી અને આંખો માં આંસુ લઇ મામલતદાર કચેરી બહાર ભિક્ષુક જેવી દેખાતી આ મહિલા કોઈ ભિક્ષુક નથી. પરંતુ આદિવાસી ખેતમજૂર લખી બેન છે ,

શારીરીક રીતે મજબુર થતા સરકાર દ્વારા આપવામાં આવતી વૃદ્ધ સહાય થી યેનકેન પ્રકારે જીવન જીવતા હતા. પરંતુ છેલ્લા એકાદ વર્ષ થી સરકાર દ્વારા આપવામાં આવતી સહાય પણ બંધ કરી દેવામાં આવતા તેમનું જીવન જીવવું મુશ્કેલ બન્યું છે.

લખી બેન એક માત્ર એકલા નથી જેમની સહાય બંધ કરવામાં આવી છે ,પરંતુ માત્ર માંગરોળ તાલુકામાંજ આવા કેટલાય વૃદ્ધો તેમજ દિવ્યાંગ વૃધ્ધો છે જે પોતાની ફરિયાદ લઇ માંગરોળ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા

માંગરોળ મામલતદાર કચેરી પહોચેલા આ ૧૦૦ થી વધુ લાચાર ,નિરાધાર ,વિધવા  તેમજ દિવ્યાંગ વૃધ્ધો ને  ૧૯૯૦ ના વર્ષ થી સરકાર તરફ થી જીવન નિર્વાહ ચલાવવા માટે વૃદ્ધ પેન્સન યોજના ,વિધવા યોજના ,દીવ્યંગો માટે અલગ યોજના માંથી સહાય આપવામાં આવતી હતી.

પરંતુ છેલ્લા એકાદ વર્ષ થી આ તમામ પ્રકાર ની સહાય સરકાર દ્વારા કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવી છે. ત્યારે વૃધ્ધો દ્વારા વારંવાર અરજીઓ કરવા છતાં ,રજૂઆત કરવા છતાં અત્યાર સુધી કોઈ પરિણામ મળ્યું નથી ત્યારે સરકાર આ વૃદ્ધોની માંગ સાંભળે તેવી માંગ ઉઠી છે.

 

Related posts

ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવા પહોચેલા ખેડૂતોની પોલીસે અટક કરી, સરકારે નિર્ણય નહીં બદલતા હવે ઉગ્ર આંદોલનના પણ એંધાણ

pratikshah

સાયકલ રેસના કારણે આજથી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ તરફનો માર્ગ બંધ, બહાર નિકળતા પહેલા રાખજો સાવચેતી નહીંતર ફસાશો

pratikshah

૧ કરોડથી વધુ અને ૫૦ કરોડથી ઓછું રોકાણકારોને ગેરલાભ, MSME પોલીસીની જાહેરાતથી ઉદ્યોગો કેપિટલ સબસિડીથી રહેશે વંચિત

pratikshah
GSTV