GSTV
Home » News » Whatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે, જાણી લો ફાયદામાં રહેશો

Whatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે, જાણી લો ફાયદામાં રહેશો

પોપ્યુલર કોલર આઈડી એપ TrueCallerએ કેટલાક વર્ષોમાં ઘણા ફેરફાર કર્યા છે. ફેરફાર સાથે કંપની સમય સમય પર નવા ફીચર્સ એડ કરે છે. હવે કંપનીએ વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ કોલિંગ ફીચરની જાહેરાત કરી છે. કંપનીએ આ કોલિંગ સર્વિસનું નામ TrueCaller Voiceરાખ્યું છે.

એટલે કે વાઈ-ફાઈનો ઉપયોગ કરીને TrueCallerમાંથી ફ્રી કોલિંગ કરી શકો છો. મોબાઈલ ડેટામાંથી પણ કોલિંગ કરી શકો છો. જેવી રીતે વોટ્સએપ કોલ માટે ઈન્ટનેટની જરૂર રહે છે, તેવી રીતે TrueCallerમાં પણ કોલ માટે ઈન્ટરનેટની જરૂર રહેશે. TrueCaller માં વોઈસ કોલ ફ્રી છે અને તેની ક્વોલિટી હાઈ ડેફિનેશન છે.

તેની સાથે લો લેટેન્સી મળશે, જેનાથી કોલ જલદી કનેક્ટ થઈ શકે. જેમાં તમે મોબાઈલ નેટવર્ક પર હોવ અથવા વાઈફાઈ પર હોવ. નવા અપડેટ પછી તમે TrueCallerમાં કોલ એપનો ઉપયોગ કરીને વોઈસ કોલિંગ કરી શકો છો. TrueCallerમાં આ નવા ફીચરની શરૂઆત થઈ છે, જો તમારી પાસે આ ફીચર નથી આવ્યું તો થોડા સમય પછી તમને ટ્રુ કોલર એપમાં જોવા મળશે અને તમે તેનો ઉપયોગ કરી શકો છો.

જણાવીએ કે TrueCallerના પ્રીમિયમ સર્વિસ માટે યુઝર્સે પૈસા આપવા પડે છે. પરંતુ આ વોઈસ કોલિંગ સર્વિસ તમને ફ્રી આપવામાં આવશે. તેમાં પ્રીમિયમ યુઝરની જરૂર નથી. TrueCaller voice અન્ડ્રોયડ અને આઈફોન યુઝર્સને આપવામાં આવશે.

આ લોન્ચની વાત કંપનીના પ્રોડક્ટ સેગ્મેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ આર. ઝુનઝુનવાલા એ કહ્યું કે, અમે આ ઈન્ટિગ્રેશન સાથે યુઝર્સને એન્ડ ટુ એન્ડ કમ્યુમિકેશન એક્સપીરિયન્સ પ્રોવાઈડ કરીશું, જેમાં યુઝર્સ કોલ, ટેકસ્ટ, ચેટ અને ફિલ્ટર મેસેજ સાથે ડિજિટલ પેમેન્ટ સર્વિસનો પણ એક એપ પર ઉપયોગ કરી શકો છો. કેટલાક અઠવાડિયામાં આ ફીચર iOS યુઝર્સને મળશે.

Read Also

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!