GSTV
Home » News » Video: 15 બોલમાં 4 રન આપીને ઝડપી 6 વિકેટ, દુનિયાભરમાં થઇ રહી છે આ ખેલાડીની વાહવાહી

Video: 15 બોલમાં 4 રન આપીને ઝડપી 6 વિકેટ, દુનિયાભરમાં થઇ રહી છે આ ખેલાડીની વાહવાહી

ન્યૂઝીલેન્ડના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે બીજી ટેસ્ટમાં ધમાકેદાર બોલીંગ કરતાં શ્રીલંકાને ફક્ત 20 મિનિટમાં ધૂળ ચાટતું કરી દીધું. ફાસ્ટ બાલરે ફક્ત 15 બોલમાં ચાર રન આપીને 6 વિકટ ઝડપી. તેના પગલે શ્રીલંકાની ટીમ 104 રનમાં ઑલઆઉટ થઇ ગઇ.

તેની પહલાં ન્યૂઝીલેન્ડની પહેલી ઇનિંગના પ્રથમ દિવસે 178 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ક્રાઇસ્ટચર્ચમાં ચાલી રહેલી બીજી ટેસ્ટમાં શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચંડીમલે ટૉસ જીતીને પહેલાં બોલીંગનો નિર્ણય લીધો હતો. ફાસ્ટ બોલર સુરંગા લકમલે પાંચ વિકેટ લઇને કીવી ટીમને પહેલી ઇનિંગમાં 178 રન સુધી સિમિત રાખી હતી.

આ પછી, શ્રીલંકાએ પ્રથમ દિવસની રમત પૂરી થાઇ ત્યાં સુધી ચાર વિકેટ ગુમાવીને 88 રન બનાવ્યા હતા. શ્રીલંકાના બેટ્સમેનોએ ગુરુવારે ટ્રેન્ટ બોલ્ટની ધારદાર બોલીંગ સામે ઘૂંટણ ટેકવી દીધાં હતાં. શ્રીલંકાની બાકીની ઇનિંગ ટ્રેન્ટની બોલિંગ સામે ફક્ત 20 મિનિટમાં સમેટાઇ ગઇ હતી.

બોલ્ટની તોફાની ફાસ્ટ બોલીંગ સામે ફક્ત 15 બોલમાં 4 રન આપીને શ્રીલંકાની 6 વિકેટ ઝડપી. બોલ્ટે રોશન સિલ્વા, નિરોશો દિક્વેલા, દિલરુવાન પેરેરા, સુરંગા લાકમલ, દુષ્મંત ચમરેરા અને લાહિરુ કુમારાનો શિકાર કર્યો.

બોલ્ટ સામે છેલ્લા ચાર બેટ્સમેન તો તેમનું ખાતુ પણ ખોલી શક્યા નહીં. પ્રથમ ઇનિંગમાં, ટ્રેન્ટ બોલ્ટે 15 ઓવરમાં 30 રન આપી 6 વિકેટ લીધી. આ સમય દરમિયાન તેણે આઠ મેડન ઓવર પણ નાંખી હતી.

Read Also

Related posts

સુરતની આ શાળાએ ફીમાં કર્યો તોતિંગ વધારો, વાલીઓએ મચાવ્યો હોબાળો

Nilesh Jethva

BAN vs WI: બાંગ્લાદેશની ટીમે જીત્યો ટોસ, પ્રથમ બોલિંગનો કર્યો નિર્ણય

Path Shah

દીદીની મુશ્કેલીમાં વધારો, પ.બંગાળમાં ડોક્ટરની હડતાળ બાદ રાજ્યના કર્મચારીઓની હડતાલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!