GSTV
Home » News » વૈશ્વિક સ્તરે ટ્રેડવોરનો ગભરાટ, સોના-ચાંદીમાં તીવ્ર ઉછાળો અને ક્રૂડમાં પણ પાંચ ટકાનો થયો કડાકો

વૈશ્વિક સ્તરે ટ્રેડવોરનો ગભરાટ, સોના-ચાંદીમાં તીવ્ર ઉછાળો અને ક્રૂડમાં પણ પાંચ ટકાનો થયો કડાકો

મુંબઈ ઝવેરી બજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર બંધ રહી હતી.  બંધ બજારે જોકે વિશ્વ બજાર પાછળ સોના-ચાંદીના ભાવ ઝડપી ઉછળ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઔંશના ૧૨૯૭થી ૧૨૯૭.૫૦ ડોલરવાળા ઉછળી ૧૩૦૦ ડોલરની સપાટી  કુદાવી સપ્તાહના અંતે  ૧૩૦૫.૭૦તી ૧૩૦૫.૮૦ ડોલર રહ્યાના સમાચાર હતા.  સોના પાછળ  વિશ્વ બજારમાં ચાંદીના ભાવ પણ ઔંશના  ૧૪.૫૧ ડોલરથી વધી ૧૪.૫૯તી ૧૪.૬૦ ડોલર હતા.  વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઝવેરી બજારમાં તેજીનો પવન ફુંકાતો થયાનું  બજારે જણાવ્યું હતું.  વિશ્વ બજારમાં ડોલરના ભાવ નીચા ઉતરતાં  સોનામાં  ફંડવાળા  સક્રિય બન્યા  હતા.

દરમિયાન વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આશરે પાંચથી સાડા પાંચ  ટકા તૂટી જતાંં તેની અસર પણ કરન્સી  બજારમાં  જોવા મળી હતી. બંધ બજારે રૂપિયાના ભાવ પર પોઝીટીવ અસર જોવા મળી હતી.   મુંબઈ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૬૩૦૦ વાળા ઉછળી રૂ.૩૬૪૫૦થી ૩૬૫૦૦ બોલાયા હતા જ્યારે  જીેસટી  સાથેના ભાવ  આ ભાવથી  આશરે રૂ.૧૧૦૦ ઉંચા  હતા.  મુંબઈ બજારમાં આજે  સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૩૨૦૧૩ વાળા રૂ.૩૨૦૫૦થી ૩૨૧૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૩૨૧૪૨ વાળા રૂ.૩૨૨૦૦થી  ૩૨૨૫૦ બોલાયા હતા.  જીએસટી સાથેના ભાવ આ ભાવથી  આશરે ૩ ટકા ઉંચા હતા.

વિશ્વ બજારમાં  ક્રૂડતેલના  ભાવમાં કડાકો બોલાયો હતો.   બ્રેન્ટ ક્રૂડના ભવા બેરલના  ૬૫.૦૫થી ૬૫.૧૦  ડોલરવાળા વધુ ગબડી સપ્તાહના અંતે  ૬૨ ડોલરની  અંદર ઉતરી  ૬૧.૯૫થી  ૬૨ ડોલર  રહ્યાના સમાચાર હતા.  વૈશ્વિક અર્થતંત્ર વિષયક ચિંતા વચ્ચે આગળ ઉપર વૈશ્વિક સ્તરે ક્રૂડતેલની માગ ઘટવાની  ભીતિ વચ્ચે  વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ ગબડતા રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. આવા  માહોલમાં  વિશ્વ બજારમાં  પ્લેટીનમ તથા  પેલેડીયમના ભાવ પણ દબાણ હેઠળ આવ્યાના  વાવડ હતા.  પ્લેટીનમના  ભાવ ઘટી ઔંશના સપ્તાહના અંતે   ૭૯૩.૭૦થી ૭૯૩.૭૫ ડોલર તથા પેલેડીયમના ભાવ ઘટી  સપ્તાહના અંતે ૧૩૨૮.૩૦ ડોલર રહ્યાના સમાચાર હતા. 

Related posts

સ્વીમિંગ પુલમાં રિલેક્સ જોવા મળી મોની રોય, બ્લૂ બિકિની લુકમાં મચાવી ધમાલ

Dharika Jansari

રેવાના નામે રાજનીતિ : મધ્યપ્રદેશ અને ગુજરાતની સરકાર વચ્ચે તલવારો ખેંચાઈ

Mayur

વધી રહી છે સરદાર સરોવર ડેમની સપાટી, 10 દિવસમાં મધ્યપ્રદેશ આટલા ક્યૂસેક પાણી છોડ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!