GSTV

ઑફિસમાં સારા પ્રદર્શન માટે કરો આ કામ, આ ખાસ વાતોનું રાખો ધ્યાન

ઓફિસમાં રોજ 9 કલાક કામ કરતાં કરતાં આપણે ઘણીવાર એક કમ્ફર્ટેબલ ઝોનમાં જતા રહીએ છીએ. જૉબની શરૂઆતમાં એક નવો જોશ અને એનર્જી હોય છે. તમે પોતાની જાતને કામમાં પુરી રીતે વ્યસ્ત કરી દો છો.જેને કારણે તમારું ઓફિસમાં પ્રદર્શન પણ ઘણું સારુ હોય છે. પરંતુ જેમ જેમ સમય વીતે છે તેમ તમારા કામમાં શિથિલતા આવવા લાગે છે. જેને કારણે ફક્ત તમારું જીવન જ નહી પરંતુ કરિયર પણ પ્રભાવિત થાય છે. કામની ગુણવત્તામાં આવી રહેલા આ ઘટાડાનો દોષ તમારા વર્કપ્લેસ અને સહકર્મીઓ ઉપર ન નાખો અને જવાબદારી પોતે જ લો. ચાલો જાણીએ કઈ વસ્તુઓનું ધ્યાન રાખીને તમે ઓફિસામાં તમારા કામની ગુણવત્તમાં સુધારો કરી શકો છો.

આંકલન કરો

લોકો તમારા કામ વિશે શું વિચારે છે તેના કરતાં પણ વિશેષ વાત એ છે કે શું તમે તમારા કામથી સંતુષ્ટ છો? સપ્તાહમાં ઓછામાં ઓછો અડધો કલાક કાઢો તમારા કામનું અવલોકન કરવા માટે. વિચારો સપ્તાહની શરૂઆતમાં તમે જે ટાર્ગેટ બનાવ્યો હતો તેને તમે પુરો કર્યો? વિચારો એવું કયું કામ છે જેને કરવામાં તમને પડકારજનક લાગે છે. અને કયું કામ કરવામાં ફક્ત તમારો સમય વેડફાય છે. તમારું ધ્યાન એ કામ પર વધારે કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો જે તમને વધારે પડકારજનક લાગે છે.

સેફ ઝોનમાંથી બહાર નીકળો

દરેક માણસનું એક કમ્ફર્ટ ઝોન હોય છે. ઓફિસમાં કમ્ફર્ટ ઝોનમાં રહેશો તો તમારો ગ્રોથ અટકી જશે. તમે તે કામને કરવાનું પસંદ કરો જેમાં તમને સૌથી વધારે અસહજતા અનુભવાતી હોય છે. જેમકે ઘણી વાર લોકોની સામે પ્રેઝેન્ટેશન આપવામાં અથવા તો વીડિયો શૂટ કરાવવામાં સંકોચ થાય છે. તો પ્રયાસ કરો કે તમે પોતાને તે કામ કરવા માટે પ્રેરિત કરો અને તે કામ કરો. એવું કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે સારી રીતે ગ્રો કરી શકશો.

ડરની આગળ જીત છે

કોઈ પણ જાહેરાતની આ પંચ લાઈન ઓફિસનાં માહોલમાં એકદમ ફિટ બેસે છે. ઘણીવાર અમુક કામોને લઈને આપણા મનમાં એક અજાણ્યો ડર બેસી જાય છે. આ ડર આપણી અંદર એક નકારાત્મકતા પેદા કરે છે. જેની અસર આપણા કામ પર પ્રભાવ પાડે છે. અને આપણી ઈચ્છાશક્તિ પર પણ ખરાબ પ્રભાવ પાડે છે. પોતેના ચેલેન્જ આપો તેનાથી તમારો ઉત્સાહ વધશે અને ડર ધીમે ધીમે જતો રહેશે. તમારા ડરને એક પાના પર લખો અને પછી તેની સાથે હરિફાઈ કરવાના પ્રયાસ કરો.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!