GSTV

‘મોદી-રોજગાર-દો’ હેશ ટેગ બની ગયું નંબર વન, ભાજપ સમર્થકોએ શરૂ કરેલા ‘મોદી સાથે બાંગ્લા’ હેશ ટેગને લપડાક

નરેન્દ્ર મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભામાં બંગાળને ‘ટોલામુક્ત’ અને ‘રોજગારયુક્ત’ બનાવવાનો હુંકાર કર્યો. મોદીના હુંકારને ભાજપ સમર્થકોએ વધાવી લીધો પણ સોશિયલ મીડિયા પર જોરદાર રીએક્શન આવ્યું. ભાજપ પણ સોશિયલ મીડિયા પરના આ રીએક્શનથી સ્તબ્ધ થઈ ગયો છે.

ટ્વિટર પર ‘મોદી-રોજગાર-દો’ હેશ ટેગ મેદાનમાં આવી ગયું

ભાજપ સમર્થકોએ ‘મોદી સાથે બાંગ્લા’ હેશ ટેગ સાથે મોદીના પ્રવચનનો પ્રચાર શરૂ કર્યો તેની સામે ટ્વિટર પર ‘મોદી-રોજગાર-દો’ હેશ ટેગ મેદાનમાં આવી ગયું. આ હેશ ટેગ સાથે કોમેન્ટ્સનો અભૂતપૂર્વ મારો શરૂ થયો. ગણતરીની મિનિટોમાં તો આ હેશ ટેગ નંબર વન પર ટ્રેન્ડ કરતું હતું ને આખો દિવસ ટોપ પર રહ્યું.

આ હેશ ટેગ સાથે ૧૩ લાખ કરતાં વધુ ટ્વિટ્સ થઈ ચૂકી

સાંજ સુધીમાં આ હેશ ટેગ સાથે ૧૩ લાખ કરતાં વધુ ટ્વિટ્સ થઈ ચૂકી હતી ને પ્રવાહ ચાલુ જ હતો. કોઈએ મજાકમાં ‘મોદી-ગર્લફ્રેન્ડ-દો’ હેશ ટેગ રમતું કર્યું તો એ પણ ટ્રેન્ડ કરવા માંડયું.  મોદીએ બે કરોડ લોકોને દર વર્ષે રોજગારી આપવાની વાતો કરી હતી તેનો હિસાબ માગીને લોકોએ આ હેશ ટેગ સાથે મોદી સરકારના માથે બરાબરનાં માછલાં ધોયાં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!