GSTV

ચેતવણી / પરાગના સમયે ઝાડ પણ ફેલાવી શકે છે કોરોના વાઇરસ, નિકોસિયા યૂનિવર્સિટીના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો

Last Updated on June 23, 2021 by Zainul Ansari

સમગ્ર વિશ્વમાં કેર વર્તાવી રહેલો કોરોના વાઇરસની ત્રીજી લહેર ભારતમાં દસ્તક આપવાની આશંકા છે. પરંતુ આ વચ્ચે વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો દાવો કરીને લોકોને ચેતવણી આપી છે કે કોરોના જેવા સેંકડો વાઇરસ ઝાડના પરાગરજ દ્વારા પણ ફેલાય છે. ગીચ વિસ્તારોમાં આ ભય વધુ છે.

નિકોસિયા યુનિવર્સિટીની શોધમાં ખુલાસો

સાયપ્રસની નિકોસિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી છે. સંશોધનકારોએ કમ્પ્યુટર પર એક વિલો ટ્રીનું મોડેલિંગ બનાવ્યું હતું જે મોટા પ્રમાણમાં પરાગરજ છોડે છે અને બતાવવામાં આવ્યું કે તેના કણો કેવી રીતે ફેલાય છે. જો કે, રાહતની વાત એ છે કે આ પરાગરજ ઝડપથી ભીડથી દૂર જતા રહે છે.

6 ફુટ સોશિયલ ડિસ્ટન્સિંગ પૂરતું નથી

સંશોધનને આધારે સંશોધનકારોએ જણાવ્યું હતું કે 6 ફુટનું સોશિયલ ડિસ્ટન્સિંગ હંમેશા કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે પૂરતું રહેશે નહીં. વૈજ્ઞાનિકો સૂચવે છે કે જ્યાં હવામાં પરાગરજનું સ્તર ઊંચું હોય ત્યાં તેને ઘટાડવા પગલાં લેવા જોઈએ. આ સંશોધન તાલિબ ડાબોક અને એન્જિનિયર દિમિત્રીયસ ડ્રકાકિસે કર્યું છે.

ફિઝિક્સ ઓફ ફ્લુઇડ્સમાં સંશોધન પ્રકાશિત

ડિમિત્રિયસ ડ્રકાકિસે જણાવ્યું કે તેમને આશા છે કે આ સંશોધનથી લોકો ઝાડ પર વધુ ધ્યાન આપશે. તેમનું સંશોધન Physics of Fluids જર્નલમાં પ્રકાશિત થયું છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસથી સમગ્ર વિશ્વમાં હાહાકાર છે. તેના કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે કરોડો લોકો સંક્રમિત થયા છે. કોરોના વાઇરસની અસર સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર પડી છે. ભારત, અમેરિકા, યુરોપિયન સંઘ તેમજ અન્ય ઘણા દેશોની અર્થવ્યવસ્થા સંકોચાઈ ગઈ છે અને ઘણા દેશોનો વિકાસદર નકારાત્મક રહ્યો.

Read Also

Related posts

કિર્લોસ્કર બ્રધર્સમાં પારિવારિક વિવાદ વધ્યો, કિર્લોસ્કર એક પ્રતિષ્ઠિત બ્રાંડ, દેશ-વિદેશમાં સ્થાપિત છે 14થી વધુ પ્લાન્ટ

pratik shah

2024 લોકસભાની તૈયારી / કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા CM મમતા બેનર્જી, ભાજપ સામે વિપક્ષને સંગઠિત કરવા અનુરોધ

Zainul Ansari

અમદાવાદ RTO વહેલી સવારથી મોડી રાત્રી સુધી કરશે કામ, લાયસન્સના કામો માટે 15 કલાક સુધી કાર્યરત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!