GSTV
Home » News » શિમલામાં અહીંથી મળ્યુ મેસોઝોઈક એરાનું મળ્યુ વૃક્ષ

શિમલામાં અહીંથી મળ્યુ મેસોઝોઈક એરાનું મળ્યુ વૃક્ષ

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં એક વૃક્ષના અવશેષ મળ્યા છે.  આ વૃક્ષના અવશેષોને 25 કરોડ વર્ષ જુના છે. આ વૃક્ષના અવશેષો શિમલાથી 70 કિલોમીટર દૂર ખડાપત્થર વિસ્તારમાં છે. કહેવાઈ રહ્યુ છેકે, આ અવશેષો મેસોઝોઈક જીઓલોજીકલ એરાનું છે. હિમાચલ સ્ટેટ ટુરિઝમનાં ક્યુરેટર હરીશ ચૌહાણે કહ્યુ કે, DFO તરફથી સૌથી પહેલાં વૃક્ષના અવશેષો મળવાની સૂચના મળી હતી. આ વૃક્ષના અવશેષ 7થી 25 કરોડ વર્ષ જૂનું હોઈ શકે છે.

થોડા દિવસ બાદ સંગ્રહાલયની ટીમ જગ્યાની મુલાકાત કરશે. ત્યારબાદ જ સાચી ખબર પડશે કે અવશેષો કેટલાં જૂના છે. રિપોર્ટ્સ મુજબ વિસ્તારમાં ભૂસ્ખલનની જાણકારી મળ્યા બાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે તેમને ખડાપત્થર વિસ્તારમાં વૃક્ષના અવશેષો મળ્યા હતા. એક અનુમાન મુજબ પૃથ્વી પર જ્યારે ડાયનાસોર્સ હતા, આ વૃક્ષના અવશેષો તે સમયના છે. હાલની જાણકારી મુજબ આ વૃક્ષના અવશેષને મેસોઝોઈક એરાનું હોવાનું કહેવાઈ રહ્યુ છે.

READ ALSO

Related posts

ટ્રમ્પનું હિન્દીમાં Tweet : ‘हम भारत आने के लिए तत्पर हैं । हम रास्ते….’

Mayur

યુવતી સાથે ગુજરાત ભાજપના નેતાનો વીડિયો વાયરલ, ટ્રમ્પની મુલાકાત સમયે કાંડ ચર્ચામાં

Karan

ટ્રમ્પ અને મોદી જ્યાં મુલાકાત લેવાના છે ત્યાંના ફ્લેટવાસીઓને બારી ય નહી ખોલવા દેવાનો આદેશ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!