GSTV

ઐતિહાસિક નિર્ણય/ દુનિયાના 61 દેશોમાં પરમાણુ હથિયાર પર પ્રતિબંધ: 39 દેશોએ ના કર્યું સમર્થન, જાણી લો ભારતે શું લીધો નિર્ણય

દુનિયાને સૌથી વધારે ઘાતક એવા પરમાણુ હથિયારોમાંથી મુક્તિ અપાવવા માટે સંયુક્ત રાષ્ટ્રની પહેલી સંધિ શુક્રવારથી લાગુ થઇ છે. વિશ્વને વિનાશકારી શસ્ત્રોથી બચાવવાના આ પહેલાં પ્રયાસને ઐતિહાસિક નિર્ણયના રુપમાં જોવામાં આવી રહ્યો છે. હવે આ સંધિના અમલ ઉપર તમામ દેશોની નજર હશે, કારણ કે દુનિયાના મહાસત્તા ગણાતા દેશોની સાથે ભારત સહિત નવ દેશોએ આ સંધિનું સમર્થન નથી કર્યુ. આ મહત્વપૂર્ણ સંધિને પરમાણુ હથિયાર નિષેધ સંધિ એવું નામ આપવામાં આવ્યું છે. જે હવે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભાગ છે. જેની સાથે જ બીજા વિશ્વયુદ્ધના અંતિ તબક્કામાં જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર અમેરિકાએ કરેલા પરમાણુ હુમલાનું પુનરાવર્તન રોકવા માટે દશકો લાંબા પ્રયાસો સફળ થઇ રહ્યા છે.

જો કે પરમાણુ હથિયાર ના રાખવા માટે વિશ્વના તમામ દેશો સહમત થાય તે વાત અશક્ય લાગી રહી છે. પરંતુ આ સંધિની સારી બાબત એ છે કે આ દિશામાં એક સારી શરુઆત થઇ છે. આ સંધિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ જુલાઇ 2017ના વર્ષમાં મંજૂરી આપી હતી.  ત્યારે 120 કરતા પણ વધારે દેશોએ તેનું સમર્થન કર્યુ હતું. પરંતુ જે દેશો પાસે પરમાણુ હથિયાર છે તેવા નવ દેશોએ આ સંધીને સમર્થન નથી આપ્યું. આ નવ દેશોમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ચીન, ફ્રાંસ, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઇઝરાયલનો સમાવેશ થાય છે. જેમણે ક્યારેય આ સંધિનું સમર્થન નથી કર્યુ. તો 30 દેશોના નાટો સંગઠને પણ આ સંધિનું સમર્થન કર્યુ નથી.

રસપ્રદ વત તો એ છે કે પરમાણુ હૂમલાનો માર સહી ચુકેલા જાપાને પણ આ સંધિને સમર્થન આપ્યું નથી. જાપાન દુનિયનો એકમત્ર દેશ છે જેના પર પરમાણુ હૂમલો કરવામાં આવ્યો છે. 22મી જાન્યુઆરીથી આ સંધિ અમલી બની છે. યુએન અધિકારીના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 61 દેશે આ સંધિને સમર્થન આપ્યું છે. જેની સાથે જ આ તમામ દેશોમાં પરમાણુ હથિયાર પર પ્રતિબંધ લાગુ થઇ જશે.

READ ALSO

Related posts

અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો

Pravin Makwana

Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો

Pravin Makwana

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ : કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં, આલિયા ભટ્ટનો દમદાર અવતાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!