GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

સચિન-સૌરવને પેવેલિયન ભેગા કરનાર આ બોલરની અચાનક ટીમમાંથી હકાલપટ્ટી, બની ગયો પાયલટ

સચિન

ક્રિકેટર તેમની નિવૃત્તિ બાદ કોમેન્ટેટર બને છે, તો કોચ બને છે, કેટલાક એડમિનિસ્ટ્રેટર બની જાય છે કોઈ વળી પરિવારના બિઝનેસમાં જોડાઈ જાય છે. ભારતમાં તો કોઈ ફિલ્મોમાં આવવાનો પ્રયાસ પણ કરી જૂએ છે પરંતુ ઝિમ્બાબ્વેનો બોલર ટ્રેવિસ ફ્રેન્ડ નિવૃત્તિ બાદ પાયલોટ બની ગયો છે.

ટ્રેવિસ ફ્રેન્ડનું ક્રિકેટ કરિયર

ઝિમ્બાબ્વે માટે ટેસ્ટ અને વન-ડેમાં એક બોલર તરીકે ટ્રેવિસ ફ્રેન્ડ વિકેટો તો લેતો હતો પરંતુ સાથે સાથે બેટિંગમાં પણ તેનું યોગદાન રહેતું હતું. 1981માં મિડલસેક્સમાં જન્મેલા ફ્રેન્ડે 2000ની સાલમાં ન્યૂઝીલેન્ડ સામે વન-ડેમાં પદાર્પણ કર્યું હતું. તે ભારત સામે જૂન 2001માં ટેસ્ટ રમ્યો હતો. તેણે 13 ટેસ્ટમાં 25 વિકેટ અને 447 રન ફટકાર્યા હતા. 51 વન-ડેમાં 37 વિકેટ અને 548 રન નોંધાવનારો ફ્રેન્ડ ત્રણ અડધી સદી પણ ફટકારી ચૂક્યો હતો.

સચિન-સૌરવને પણ પેવેલિયન ભેગા કરી ચુક્યો છે ટ્રેવિસ

ટ્રેવિસ ફ્રેન્ડ શરૂઆતમાં લેગ સ્પિનર હતો પરંતુ પછી ઝડપી બોલર બની ગયો હતો. 140ની સ્પીડથી બોલિંગ કરવામાં જ તેને પીઠની સમસ્યા આવી ગઈ હતી. ભારત સામે શારજાહમાં રમાયેલી વન-ડેમાં તેણે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને યુવરાજસિંઘ જેવા બેટ્સમેનને આઉટ કર્યા હતા. 2004માં તેની કરિયર પૂરી થઈ ગઈ. ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ મોગાબેની નીતિના વિરોધમાં એન્ડી ફ્લાવર, હિથ સ્ટ્રીકની સાથે ફ્રેન્ડે પણ દેશ છોડી દીધો હતો. ત્યાર બાદ તે ઇંગ્લેન્ડમાં લીગ ક્રિકેટ રમતો રહ્યો હતો . આમ કરતાં કરતાં તે કમર્શિયલ પાયલોટ બની ગયો અને કતાર એરલાઇન્સમાં પાયલોટ તરીકે વિમાન ચલાવવા લાગ્યો છે. તેણે 2001માં જ પ્રાયવેટ પાયલોટનું લાયસન્સ લઈ લીધું હતું. 2007માં તેને બ્રિટનમાં પાયલોટનું લાયસન્સ મળી ગયું. તે હાલમાં મિડલ ઇસ્ટમાં રહે છે અને વર્ષમાં ત્રણ વાર ઝિમ્બાબ્વે જાય છે.

Read Also

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!