GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

હવે ફ્લાઈટથી પ્રવાસ કરવો નથી સરળ, આ રાજ્યોએ મુસાફરો માટે નક્કી કરી આ ગાઈડલાઈન

કોરોનાના કહેર વચ્ચે 25 મેથી હવાઈ સેવાનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ માટે બધા રાજ્યોએ નિયમ બનાવ્યા છે. જેમાં હવાઈ મુસાફરી કરનારાએ અમુક દિવસ માટે ક્વોરન્ટીન થવાનુ રહેશે. જેમ કે, કર્ણાટક સરકારે મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, ગુજરાત અને તમિલનાડુ તેમજ મધ્યપ્રદેશથી આવનાર પ્રવાસીઓએ સાત દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં અને પછી ઘરમાં ક્વોરન્ટીન થવુ પડશે.

એરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ થશે

જમ્મુ કશ્મીરમાં પણ પ્રવાસીઓને કોરોના ટેસ્ટ બાદ જ ઘરે જવાની પરવાનગી હશે. તમામ યાત્રીઓને એરપોર્ટ પર પહોંચ્યા બાદ ક્વોરન્ટીન કરાશે. મહારાષ્ટ્રમાં તમામ યાત્રીઓનુ સ્ક્રીનિંગ કરાશે અને મુસાફરોએ 14 દિવસ બાદ ઘરમાં ક્વોરેન્ટાઈન થવુ પડશે.
બિહાર સરકારે કહ્યુ છે કે, એરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ થશે અને એ પછી જ મુસાફરોને બહાર જવા દેવાશે. પટણા આવનારા અને અહીંથી જનારાએ સરનામુ પણ આપવુ પડશે.

કેરલમાં 42 નવા મામલા સામે આવ્યા

કેરલ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્નાટક અને અસમની સરકાર અને જમ્મૂ-કશ્મીરની સરકારને નક્કી કર્યુ છે કે, રાજ્યમાં પ્રવેશ કરતા મુસાફરોને ક્વોરન્ટીન કરવામાં આવશે. કેરલ સરકારે સ્પષ્ટ કર્યુ છે કે, રાજ્યમાં પ્રવેશ કરનાર બધા જ મુસાફરોને 14 દિવસ માટે ઘર પર જ ક્વોરન્ટાઈન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેરલમાં 8મેના રોજ માત્ર 16 કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા. જ્યારે કે, છેલ્લા 2 અઠવાડિયામાં તેમની સંખ્યા 200 ને પાર થઈ ગઈ છે. સરકારે નવા દર્દીનુ વધવાનુ કારણ બીજા રાજ્યમાંથી આવતા મુસાફરોને ગણાવ્યુ છે. શુક્રવારે કેરલમાં 42 નવા મામલા સામે આવ્યા છે. રાજ્યમાં 30 જાન્યુઆરીને પ્રથમ વખત આટલા કેસ દાખલ થયા છે.

દિશા-નિર્દેશોનુ પાલન કરવુ પડશે

મુખ્યમંત્રી પિનારાઈ વિજયને જણાવ્યુ કે, ઘરેલુ ઉડાનોથી કેરલ પહોંચનાર બધા જ મુસાફરોને ક્વોરન્ટાઈનમાં રહેવુ ફરજીયાત હશે. જોકે, આ તે લોકો માટે બાધ્યકારી નથી હોય, જે રાજ્યમાં ધંધા-રોજગારના ઉદ્દેશ્યથી 1 અથવા 2 દિવસ માટે આવે છે અને ફરી અહીંયાથી જતા રહે છે. જોકે, તે મુસાફરોને સરકાર તરફથી જાહેર બધા જ દિશા-નિર્દેશોનુ પાલન કરવુ પડશે.

15 ઉડાનોનુ શ્રીનગર પહોંચવાની આશા

જણાવી દઈએ કે, આગામી અઠવાડિયામાં ઓછામાં ઓછી 15 ફ્લાઈટ્સ શ્રીનગર પહોંચવાની આશા છે. કાશ્મીરના ડિવીજનલ કમાંન્ડર પીકે પોલે જણાવ્યુ છે કે, શ્રીનગર એરપોર્ટ પર પહોંચનાર બધા જ મુસાફરોને ક્વોરન્ટીન કરવામાં આવશે.

READ ALSO

Related posts

અમાદવાદ મહાપાલિકાના વિપક્ષના નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, જયંતિ રવિએ લીધી મહીસાગર જિલ્લાની મુલાકાત

Nilesh Jethva

દિલ્હીમાં Coronaના કેસ ચિંતાની વાત પણ સરકારે કરી લીધી છે તમામ તૈયારી

Arohi

ગુજરાતીઓ ખાસ રાખે સાવધાની, આ રોગ હશે અને Corona થશે તો મોતનું જોખમ છે વધારે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!