GSTV

ભારે મંદીનો સામનો કરી રહી છે ખાનગી ટ્રાવેલ અને ટ્રાન્સપોર્ટ, આખરે લીધો આ નિર્ણય

મંદી

Last Updated on June 25, 2020 by Arohi

કોરોનાનાં કપરા સમય વચ્ચે સરકારે અનલોક – ૧ જાહેર કર્યાને રપ દિવસ જેટલો સમય થઈ ગયો છતાં ભારે મંદીનો સામનો કરી રહેલા ખાનગી ટ્રાવેર્લ્સ અને ટાન્સપોર્ટ ઉધોગને હજુ કળ વળી નથી. કોરોનાનાં ડરથી ખાનગી બસોને લાંબા અંતરનાં રૂટમાં ટ્રાફિક મળતો નથી ત્યાં ડિઝલનાં ભાવવધારાએ આ ઉધોગની કમર તોડી નાખી છે. રાજયની સાડા સાત હજાર જેટલી બસોમાંથી હજુ સાત હજાર જેટલી બસો માંડ દોડી રહી છે. આ પરિસ્થિતિમાં હવે ખાનગી બસો દોડાવવી પોષાય તેમ ન હોય આગામી તા. ૧ લી જુલાઈથી ફરી એક વાર ખાનગી બસો રાજય સ્તરે બંધ કરવા બસ સંચાલકો ગંભીરતા પૂર્વક વિચાર કરી રહયા છે.

ખાનગી બસોમાં મુસાફરી કરતા ડરે છે

રાજ્ય સરકારે ખાનગી બસોને ટેકસમાં રાહત આપતા બસ વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો પણ કોરોનાનાં ડરનાં કારણે હાલ અમદાવાદ – વડોદરા , સુરત અને  મુંબઈની લાંબા અંતરની ખાનગી બસોમાં મુસાફરી કરતા ડરે છે પરિણામે મોટાભાગની બસો ખાલી દોડી રહી છે. ખાનગી બસનાં સંચાલકોએ એવરેજ ર૦ થી રપ પેસેન્જર મળશે તેવી ધારણાએ દોઢુ ભાડુ રાખ્યુ હતુ પરંતુ પેસેન્જર મળતા નથી આખી બસમાં માંડ સાત થી દસ પેસેન્જરો જ હોય છે આટલા પેસેન્જરમાં ડિઝલનાં પૈસા પણ નીકળતા નથી ત્યાં ડ્રાઈવર – કલીનર અને બુકીંગ ઓફિસનાં ખર્ચા પોષાતા ન હોય કેટલાક રૂટ તો બંધ કરવામાં આવ્યા છે.

ડિઝલનો ભાવ ઐતિહાસિક સપાટીએ

ડિઝલનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. લોકડાઉન બાદ જયારે રાજયમાં ખાનગી બસો ચાલુ થઈ ત્યારે ડિઝલનો ભાવ લીટરનો રૂ.૬પ ની આસપાસ હતો હાલ રૂ.૭૬ સુધી પહોંચી ગયો છે. ડિઝલનાં સતત વધતા ભાવથી મંદીમાંથી બહાર નીકળવા માગતા ઉધોગને મોટો ધકકો લાગ્યો છે. ડ્રાઈવર – કલીનર સહિતનાં હજારો લોકો લોકડાઉનના સમયથી હજુ બેકારમાંથી બહાર આવ્યા નથી.અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળનાં પ્રમુખનાં જણાંવ્યા મુજબ રાજયમાં ૭પ૦૦ જેટલી ખાનગી બસો છે તેમાંથી હાલ માત્ર પ૦૦ જેટલી જ ચાલુ છે જયારે ૭૦૦૦ જેટલી બસો તો બંધ હાલતમાં પડી છે.

૧ લી જૂલાઈથી રાજયભરમાં ખાનગી બસો બંધ કરવા ગંભીરતાથી વિચારણા

ટ્રાફિક મળતો નથી અને ડિઝલનાં ભાવ સતત વધતા જાય છે આ સંજોગોમાં બસો ચલાવવી પોષાય તેમ નથી આ સંજોગોમાં આગામી તા. ૧ લી જૂલાઈથી રાજયભરમાં ખાનગી બસો બંધ કરવા ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે આ બાબતે ચર્ચા કરવા એક – બે દિવસમાં મહામંડળના હોદેદારોની બેઠક બોલાવવામાં આવશે.

Read Also

Related posts

રસીકરણ / ગુજરાતે કોરોના વેક્સિનમાં બનાવ્યો અનોખો વિક્રમ, 4 કરોડથી વધુ લોકોને આપી દીધો પહેલો ડોઝ : કોરોના હવે તારી ખેર નહીં

Pritesh Mehta

પીએમ મોદીએ યુપીમાં જેમનો કર્યો હતો ઉલ્લેખ તેવા ગુજરાતના પનોતા પુત્ર કોણ હતા, કચ્છનું ક્રાંતિતીર્થ જ્યાં આજે પણ સળગે છે ક્રાંતિની આગ

Pritesh Mehta

શરૂ થશે નવી ઈનિંગ? પૂર્વ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિધાનસભાના નવા અધ્યક્ષ બને તેવી શક્યતા પ્રબળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!