GSTV
Home » News » યાત્રા પર યાત્રા: બોટ યાત્રા કર્યાં પછી પ્રિયંકા કરશે દિલ્હીથી અયોધ્યા સુધી ટ્રેન યાત્રા

યાત્રા પર યાત્રા: બોટ યાત્રા કર્યાં પછી પ્રિયંકા કરશે દિલ્હીથી અયોધ્યા સુધી ટ્રેન યાત્રા

ઉત્તર પ્રદેશમાં બોટ યાત્રા કર્યા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી દિલ્હીથી અયોધ્યા સુધી ટ્રેન યાત્રા કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા ગાંધી 27મી માર્ચે દિલ્હીથી ટ્રેન યાત્રા શરૂ કશે. અને યુપીના મતદાતાઓ સાથે મુલાકાત કરશે. ત્રણ દિવસના પ્રવાસ દરમ્યાન પ્રિયંકા યુપીના અનેક ધાર્મિક સ્થળની પણ મુલાકાત કરશે.

પ્રિયંકાની યાત્રા અંગે યુપીમાં કોંગ્રેસ નેતા રાજેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યુ કે પ્રિયંકા ગાંધી દિલ્હીથી કેફિયત એક્સપ્રેસ દ્વારા અયોધ્યા સુધી ટ્રેન યાત્રા કરશે. અયોધ્યા પહોંચ્યા બાદ એક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ રોડ શો કુમારગંજમાં પૂર્ણ થશે. રોડશો દરમિયાન 35 જેટલા ઠેકાણે રોકાશે. જ્યાં પ્રિયંકા ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે આ પહેલા પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજથી વારાણસી સુધી બોટ યાત્રા કરી હતી. અને હવે તેઓ ટ્રેન યાત્રા કરવાની તૈયારી કરી રહ્યા છે.

READ ALSO

Related posts

રાજ્યમાં મહીસાગરનાં કડાણા જળાશયમાં ફ્કત 52% પાણીનો જથ્થો

Path Shah

વારાણસીમાં PM મોદીનો રોડ-શો, ઉમેદવારી પહેલા દરેકનાં દિલ જીતવાની આ છે સ્ટ્રેટેજી

Riyaz Parmar

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar