GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

વિઝા વગર પણ માલદીવ અને બાલી જેવાં આ 5 દેશોમાં મનાવી શકો છો રોમેન્ટિક હનીમૂન

જ્યારે વાત હનીમૂનની આવે ત્યારે આપણે એવી જગ્યાઓ શોધીએ જ્યાં થોડી યાદગાર પળો વિતાવી શકાય. તમે ટિકિટ બુક કરતી વખતે પૈસાનું ધ્યાન તો રાખો જ છો. પરંતુ જો તમારી પાસે વીઝા ન હોય તો ટેન્શન લેવાની જરૂર નથી કે તમે ભારત છોડીને બીજે નહી જઈ શકો. આજે અમે તમને દુનિયાના એવાં સુંદર ડેસ્ટિનેશન વિશે જણાવીશું જ્યા તમે વિઝા વગર તમારું હનીમૂન મનાવી શકો છો. જ્યાં ભારતીયોને વિઝા વગર ફરવાની ઓફર છે.

બાલી, ઈન્ડોનેશિયા

બાલી એક એવો દેશ છે જ્યાંની સુંદરતા જોતા જ તમે કાયલ થઈ જશો. જેને ભગવાનનો દેશ પણ કહેવામા આવે છે. અહીંની સુંદરતાના જેટલા વખાણ કરીએ એટલાં ઓછા છે. તમે આ સુંદર બીચ, ટેરેસની સાથે સાથે નેચરની સૌથી નજીક પહોંચી શકો છો. તમે ઈચ્છો તો બાલી જવાનો પ્લાન બનાવી શકો છો. તેના માટે કોઈ વિઝાની જરૂર રહેતી નથી.

જમૈકા

જમૈકા પણ એક એવો દેશ છે જે ફરવા અને હનીમૂન માટે બેસ્ટ છે. આ દેશ તમને 30 દિવસ સુધી વિઝા વગર ફરવાની તક આપે છે. જ્યાં તમે સુંદર આઈલેન્ડ, પહાડ અને બીચની વચ્ચે કોઈ ટેન્શન વગરની પળો પાર્ટનર સાથે વીતાવી શકો છો.

માલદીવ

આ દેશમાં બૉલીવુડ હસ્તિઓ જાય છે. એવામાં તમારા મનમાં પણ થાય કે, હું પણ મારા પાર્ટનર સાથે અહીં ફરવા માટે જઉ. પરંતુ વીઝાની ટેન્શનને કારણે તમારો મૂડ બદલાઈ જાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે તમે અહીં પણ વીઝા વગર ફરી શકો છો. માલદીવ એરિયા અને જનસંખ્યા બંનેનાં મામલે નાનો દેશ છે. પરંતુ ફરવાનાં ઓપ્શનની અહીં કમી નથી. તેનો અંદાજ તમે એનાં પરથી લગાવી શકો કે, અહીં લગભગ 1200 આઈલેન્ડ છે. સુંદર વ્હાઈટ બીચ, અંડરવોટર સ્પોર્ટસ અને લક્ઝરી સુવિધાઓથી ભરપુર અહીંના રિસોર્ટ દેશ-વિદેશનાં ટુરિસ્ટોને આકર્ષિત કરવાની તક છોડતા નથી.

કુક આઈલેન્ડ

કુક આઈલેન્ડમાં પણ હનીમૂન મનાવી શકો છો. તમે અહીં 31 દિવસો સુધી વીઝા વગર ફરી શકો છો. તમે અહીં તમારા પાર્ટનરની સાથે સ્વિમિંગથી લઈને ઘણી બીજી વોટર સ્પોર્ટસ એક્ટિવીટીની મજા લઈ શકો છો.

થાઈલેન્ડ

થાઈલેન્ડ જેવી સુંદર જગ્યા પર તમે વિઝા વગર જઈ શકો છો. અહીં તમને સુંદર કલ્ચર, ઈતિહાસ જોવા મળશે. તેના સિવાય અહીં સુંદર બીચ અને મંદિર પણ છે. આ જગ્યાને પણ તમારા લિસ્ટમાં સામેલ કરી શકો છો.

READ ALSO

Related posts

જૂતા અને મેલાં મોજાને કારણે મળે છે સફળતા, અત્યાર સુધીમાં 701 કરોડ રૂપિયા જીત્યા

Mansi Patel

Corona વચ્ચે છૂટછાટો પડી ભારે : એશિયામાં ભારત રોજ તોડી રહ્યું છે રેકોર્ડ, મૃત્યુ અને સંક્રમણ દરની સ્થિતિ ખતરનાક

Arohi

ઈરફાને સ્કૂલ ટીચરના દિકરાનું જીવન બદલી નાખ્યું, સદી ફટકારતાં શીખવ્યું અને પછી મળી IPLમાં એન્ટ્રી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!