GSTV
Home » News » જો તમે પેપ્સીના શોખીન હોય તો સાવધાન, પાલનપુરમાં બોટલમાંથી મળી આવ્યું કઈક આવું

જો તમે પેપ્સીના શોખીન હોય તો સાવધાન, પાલનપુરમાં બોટલમાંથી મળી આવ્યું કઈક આવું

પાલનપુરના આબુરોડ હાઇવે સ્થિત રિયલ પેપરિકા નામની રેસ્ટોરન્ટમાં પેપ્સીમા કચરો જોવા મળતા ચકચાર મચી છે. પેપ્સી કંપનીની ડ્યુમાં કચરા જેવી ગંદી વસ્તુ જોવા મળતા ગ્રાહકોમા રોષ ફેલાયો હતો. એક જાગૃત નાગરિક દ્વારા રેસ્ટોરન્ટના માલિકને જાણ કરતા તેણે ગ્રાહકને વળતર ચૂકવી દીધું હતુ.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવતા પેપ્સીના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી છે. અગાઉ પણ પાલનપુરમા પેપ્સીમા જીવડું નીકળ્યું હતું. રિયલ ફેબ્રિકના પિઝાની અંદરથી કાંકરા મળ્યાના અહેવાલ સામે આવ્યા છે ત્યારે તપાસના આદેશ પણ થયા હતા પરંતુ એ વખતે કોઇ તપાસ થઇ ન હતી. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી કંપનીઓ અને ડિલર્સ સામે કોઇ કાર્યવાહી ન થતા ફૂડ અધિકારી શંકાના ઘેરમાં આવ્યા છે.

READ ALSO

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!