ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ મ્યુઝિયમના સંશોધકો દ્વારા એક દુર્લભ અને વિશાળ ટ્રેપડોર સ્પાઈડરની શોધ કરવામાં આવી છે. બ્રિસ્બેનના પશ્ચિમમાં રેશમ અને માટીના બનેલા જાળા નીચે આ સ્પાઈડરની દુર્લભ પ્રજાતિ મળી આવી હતી. ‘ટ્રેપડોર સ્પાઈડર’ની આ પ્રજાતિનું વૈજ્ઞાનિક નામ ‘યુઓપ્લોસ ડિગ્નિટાસ’ છે. આ સ્પાઈડરનું શરીર પગને છોડીને લગભગ 5 સેમી લાંબુ છે. આ યુઓપ્લોસ ડિગ્નિટાસ એક વિશાળ ટ્રેપડોર સ્પાઈડર છે જે મધ્ય ક્વીન્સલેન્ડ પ્રદેશની કાળી માટીમાં ખુલ્લા જંગલમાં રહે છે.

લેટિન ભાષાથી લેવામાં આવ્યું છે નામ
ક્વીન્સલેન્ડ મ્યુઝિયમ નેટવર્કની નવી પ્રજાતિની અખબારી યાદી મુજબ આ નવી પ્રજાતિનું નામ લેટિન ડિગ્નિટાસ પરથી લેવામાં આવ્યું છે જેનો અર્થ છે ગૌરવ અથવા મહાનતા, જે આ સ્પાઈડરના પ્રભાવશાળી કદ અને પ્રકૃતિને દર્શાવે છે.

ટ્રેપડોર સ્પાઈડર એક લુપ્તપ્રાય પ્રજાતિ છે
આ પ્રજાતિ સેન્ટ્રલ ક્વીન્સલેન્ડમાં ઈડ્સવોલ્ડ અને મોન્ટોની આસપાસના થોડાક જ સ્થળોમાં જોવા મળે છે. લેન્ડ ક્લિયરિંગના કારણે આ પ્રજાતિએ તેનો મોટાભાગનો વસવાટ ગુમાવી દીધો છે, જેના કારણે તેની પ્રજાતિ એક લુપ્તપ્રાય પ્રજાતિ બની શકે છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો