GSTV

નેશનલ હાઈવે પર રૂપરૂપનો અંબાર ઉભી હોય તો પણ ના મારતા બ્રેક, હાડકાં ખોખરાં થઈ જશે

હાઇવે ઉપર રાતના સમયે સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહન ચાલકોને લલચાવીને મારમારી લૂંટ ચલાવતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસ તપાસમાં ડફેર ગેંગએ અમદાવાદ જિલ્લા તથા આણંદ સહિત કુલ ૧૨થી વધુ લૂંટના ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું છે.

આ લોકોની ધરપકડ

આ કેસની વિગત એવી છે અમદાવાદ જિલ્લા પોલીસે સાણંદ તાલુકાના રેથલ ગામની સીમમાં થી સાણંદ તાલુકાના રેથલ ગામની સીમ ડફેરનો ડંગો ખાતેથી આમદ મયુદ્દીન સિન્ધી તથા અલ્લારખા સુલેમાનભાઇ સિન્ધી અને ભુરાભાઇ તૈયબભાઇ સિન્ધી તેમજ ગની દાઉદભાઇ સિન્ધીની ધરપકડ કરી હતી. 

લિફ્ટમાંગી અવાવરૂ જગ્યાએ ગયા બાદ

પોલીસ તપાસમાં આ ડફેર ગેંગ રાત્રિના સમયે હાઇવે ઉપર મહિલાનો વેશ ધારણ કરીને આવતા જતા વાહન ચાલકોને લલચાવતી હતી અને લિફ્ટ માગીને આગળ અવારુ સ્થળે લઇ ગયા બાદ તેમના સાગરિતોની મદદથી વાહન ચાલકના હાથ-પગ બાંધી દેતા હતા અને  માર મારીને દાગીના તથા રોકડની લૂંટ ચલાવતા હતા. પોલીસ પૂછપરછમાં  આરોપીએ તાજેતરમાં આણંદ તારાપુર ચોકડી નજીક પાંચથી વધુ ટ્રક ચાલકોને બંધી બનાવીને મારમારીને લૂંટી લીધા હતા આ બનાવનો વિડિયો વાઇરલ થતાં પોલીસ દોડતી થઇ હતી. આ ડફેર ગેંગે અમદાવાદ, આણંદ, મોરબી, ગાંધીનગર સહિત ૧૨થી વધુ લૂંટના ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું છે.

READ ALSO

Related posts

Dark circles/ આંખ નીચે બનેલ ડાર્ક સર્કલ અને પિમ્પલ્સનો ઈલાજ છે બટાકા, બસ આ રીતે કરવાનો રહેશે ઉપયોગ

Damini Patel

જૂનાગઢે રંગ રાખ્યો, ટાર્ગેટ કરતા વધારે ટકા રસીકરણ : તમારા જિલ્લામાં કેટલાં ટકા થયું vaccination? જાણો સંપૂર્ણ વિગત

Dhruv Brahmbhatt

હથેળીમાં આ બદલાવ દેખાય તો સમજો મૃત્યુ છે નજીક, મરતા પહેલા મળે છે આવા સંકેત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!