GSTV

દેશના 6 રાજ્યોમાં સંક્રમણનો આંક 1 લાખને પાર, વધુ 3 હજાર નવા કેસ સાથે આ રાજ્યમાં કેસો વધ્યા

દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના મહામારીના આંક 19 લાખની નજીક પહોંચી ગયા છે. દેશમાં ઘણાં રાજ્યો એવા છે જ્યાં સંક્રમણના આંક 1 લાખને પાર થઈ ગયા છે. દેશમાં પાંચ રાજ્યોમાં 1 લાખથી વધુ કેસ થયા બાદવધુ એક રાજ્યમાં કોરોના સંક્રમણના આંક 1 લાખને પાર થઈ ગયા છે. દેશમાં કોરોના સંક્રમણના 1 લાખથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં હવે ઉત્તર પ્રદેશ પણ સામેલ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ અગાઉ મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, દિલ્હી બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ કોરોના સંક્રમણના આંક 1 લાખને પાર થયા છે.

ઉત્તરપ્રદેશમાં સાજા થનારાની સંખ્યા 57271 થઈ

ઉત્તર પ્રદેશમાં વધુ 2948 નવા કેસ નોંધાવા સાથે કુલ સંક્રમણનો આંક 100310 થયો છે. આજે વધુ 1878 લોકો સાજા થતાં સાજા થનારાની સંખ્યા 57271 થઈ ચૂકી છે. જ્યારે હજુ પણ 41222 જેટલા એક્ટિવ કેસ છે. ઉત્તર પ્રદેશમાં 1817 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઉત્તરપ્રદેશમાં લખનઉ જિલ્લામાં સંક્રમણની સંખ્યા 9805 થયા છે.

મહારાષ્ટ્રમાં સંક્રમણનો આંક 4.50 લાખને પાર

દેશમાં સૌથી વધુ સંક્રમણ મહારાષ્ટ્રમાં નોંધાયું છે. મહારાષ્ટ્રમાં 4 લાખ 50 હજારને પાર થયો છે. દેશમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ જેવા રાજ્યોમાં સંક્રમણ નો આંક 2.63 લાખને પાર થયો છે. આંધ્રપ્રદેશમાં પણ કોરોના સંક્રમણનો આંક 1.66 લાખને પાર થઈ ગયો છે. કર્ણાટકમાં પણ 1.40 લાખ નજીક પહોંચી ગયો છે. દિલ્હીમાં કોરોના સંક્રમણના આંક જે ગતિથી 1 લાખને પાર થયા હતા ત્યાં હાલ સંક્રમણની રિવર્સ ગતિ થઈ રહી છે. દિલ્હીમાં આજે વધુ 674 નવા કેસ નોંધાયા છે. તો વધુ 972 લોકો સાજા થતાં કુલ સાજા થનારાની સંખ્યા 1.25 લાખને પાર થયો છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!