વ્યંઢળો દુલ્હનની જેમ થયા તૈયાર, સુંદરતા જોઇને તમારું મન થશે વિચલિત

ગાજિયાબાદના માલીવાડા સ્થિત મેરેજ હોમમાં કિન્નરોનું 10 દિવસનું સંમેલન ચાલી રહ્યું છે. જેમાં દિલ્હી સહિત દેશના અલગ-અલગ રાજ્યોથી આવેલા હજારો કિન્નર ભાગ લઇ રહ્યાં છે. આ દરમ્યાન જ્યારે ચાર કિન્નરો દુલ્હનના રૂપમાં બહાર નિકળી તો તેઓ આકર્ષણનું કેન્દ્ર બની ગઇ.

10 દિવસના સંમેલનનો ગુરૂવારે આઠમો દિવસ હતો. વ્યંઢળોની ગુરૂ તુલસાએ જણાવ્યું કે અમે દર વર્ષે આ સંમેલન કરીએ છીએ. સંમેલનમાં વ્યંઢળોએ દેશમાં શાંતિની પ્રાર્થના કરી. આવુ સંમેનલ ગઇ વખતે દિલ્હીમાં થયુ હતું અને આ વખતે ગાજિયાબાદમાં થઇ રહ્યું છે. આ સંમેલનને ભવ્ય બનાવવા માટે દરેક કિન્નર પોતાની ભાગીદારી નિભાવે છે.

સંમેલનમાં દેશ અને નવજાત બાળકોની લાંબી ઉંમર માટે પણ દુઆ માંગવામાં આવે છે. કિન્નર છોટી બબલીએ જણાવ્યું કે આ સંમેલનમાં ખાસ કરીને મંગલા મુખી કિન્નર સામેલ થાય છે. કહ્યું કે દેશમાં ચાલી રહેલા રામ મંદિરના મુદ્દા પર રાજકીય નેતાઓ ફક્ત રાજનીતિ કરે છે. અયોધ્યામાં સામાન્ય લોકો માટે હોસ્પિટલ, કોલેજ અને આશ્રમ બનાવવા જોઈએ, જેમાં દરેક ધર્મના લોકો જઇને રહીં શકે.

તો ગુરૂવારે સંમેલન દરમ્યાન ચાર કિન્નરોને દુલ્હનના રૂપમાં સજાવવામાં આવ્યાં હતાં. આ કિન્નર દિલ્હીમાં રહેતા સિલ્કી, જૂલી, તાનિયા અને અલીસા રહીં. આ ચારેય સાંજના સમયે કાઢવામાં આવેલી યાત્રામાં દિલ્હી ગેટ સ્થિત મંદિરમાં ભોગ ધરાવવા માટે ગઇ હતી.

આ દરમ્યાન તેઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યાં. આ સંમેલનમાં પ્રિયંકા, કવિતા, શિબ્બૂ, હબીબ, રૂબી, પાયલ, રવીના વગેરે વ્યંઢળો ઉપસ્થિત રહ્યાં હતાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter