GSTV
Home » News » ગુજરાતમાં સીરિયલ કિલર રાનીનો આતંક, એક જ થીયરીથી થયેલી ત્રણ હત્યામાં વ્યંડળ પર આશંકા

ગુજરાતમાં સીરિયલ કિલર રાનીનો આતંક, એક જ થીયરીથી થયેલી ત્રણ હત્યામાં વ્યંડળ પર આશંકા

ગાંધીનગરમાં ત્રણ ત્રણ હત્યામાં કથિત રીતે સંડોવાયેલા સિરિયલ કિલરનો સ્ક્રેચ જાહેર થયો છે.. ગાંધીનગરની તપાસ એજન્સીએ શકમંદનો સ્ક્રેચ બનાવ્યો છે . ગાંધીનગરમાં એક જ થીયરીથી થયેલી ત્રણ હત્યામાં એક વ્યંડળ પર આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ તેનો સ્ક્રેચ તૈયાર કરવામાં આવ્યો છે. એક જ મોડસ ઓપરેન્ડીથી કરવામાં આવેલી ત્રણ હત્યાને લગભગ 20 દિવસ વિતી ગયા છે પરંતુ હજુ સુધી પોલીસને કોઈ જ પુરાવા મળ્યા નથી. પોલીસે હત્યારાની સાયકોલોજી સમજવા માટે મનોવૈજ્ઞાનિકોની પણ મદદ લીધી હતી. તો બીજીતરફ, સીરિયલ કિલરને ઝડપી પાડવા માટે પોલીસે અલગથી ટીમ પણ બનાવી તપાસ સોંપવામાં આવી છે. તો સાથે જ પોલીસે આ કેસ ઉકેલવા જાહેર જનતાની મદદ માંગતા હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.

  • ગાંધીનગરમાં સિરિયલ કિલરનો મામલો…
  • સિરિયલ કીલર ત્રણ હત્યાને આપી ચુક્યો છે અંજામ…
  • ગાંધીનગર પોલીસ જાહેર જનતાની મદદ માંગતા હેલ્પ લાઈન નંબર કર્યો જાહેર…
  • 81550 33999 સ્કેચ અંગેની કોઈ પણ માહિતી કોઈને પણ મળે તો આ નંબર પર કોલ કરવા જણાવાયું.

પોલીસને ઘટના સ્થળની આસપાસથી મળેલા CCTV ફૂટેજના આધારે જે સિરિયલ કીલર હોવાની શંકા પોલીસ વ્યકત કરી રહી છે, તેની ઓળખ માટે પોલીસે અનેક સ્થળે જ્યારે તેનો ફોટોગ્રાફ અને સ્કેચ બતાવ્યા ત્યારે પોલીસને આશ્ચર્ય થયું કારણ પોલીસ જેને હત્યારો માની રહી છે તે રાની નામનો વ્યંડળ હોવાની જાણકારી મળી છે. પોલીસને જાણકારી મળી હતી કે, વ્યંડળ રાની અમદાવાદના મેઘાણીનગરમાં રહે છે જેના આધારે એક ટીમ મેઘાણીનગર પહોંચી હતી, પણ ત્યાંથી જાણકારી મળી કે રાનીએ ઘર ખાલી કરી દીધું છે.

Related posts

રેલ્વે સ્ટેશન પર જો તમે પ્લાસ્ટિકની આ વસ્તુઓ વાપરો છો, તો આ તારીખથી લાગી જશે પ્રતિબંધ

Dharika Jansari

પણજીમાં યોજાનારી બેઠકમાં અમિત શાહે ગુજરાતના મોટાભાગના નેતાઓને શા માટે બોલાવ્યા ?

Mayur

ઝોમેટો અને સ્વિગી પર વધારે ડિસ્કાઉન્ટ મેળવો છો, તો હવે આ નવો નિયમ વાંચીને મંગાવો ફૂડ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!