GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ખંભાત હિંસા: રજા પર ઉતરેલા આણંદ SP અને ખંભાતના DySP પર સરકાર એક્શનમાં, તાત્કાલિક બદલી કરી

ખંભાતમાં ફાટી નીકળેલા તોફાનનો મામલે પરિસ્થિતીની ગંભીરતા જાણી રાજ્યના ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે અમદાવાદ વેસ્ટ ટ્રાફિક ડીસીપી અજિત રાજીયણને આણંદ જિલ્લા પોલીસ વડા તરીકે નિમણૂંક કરી છે. જ્યારે એન્ટી કરપ્શનમાં ફરજ બજાવતા ભારતી પંડ્યાને ખંભાત ડિવાયએસપી તરીકે નિમણૂંક કરાઈ છે. તોફાની તત્વોને ડામવામાં નિષ્ફળ નીવડેલા આણંદ જિલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણને વેટીંગ લિસ્ટમાં રખાયા છે. આ સાથે જ ખંભાત ડીવાયએસપી રીમા મુન્શીને પણ વેઇટિંગ લિસ્ટમાં રખાયા છે.

આપને જણાવી દઈએ કે, આણંદના ડીએસપી મકરંદ ચૌહાણ અને ખંભાતના ડીવાયએસપી રીમા મુન્શી રજા હોય, જ્યારે જિલ્લામાં પરિસ્થિતી કાબૂ બહાર જતાં પરિસ્થિતી વણસે નહીં તેને ધ્યાને રાખી રાજ્યના ગૃહ વિભાગે તેમની બદલી કરી નાખી છે. જો કે, તોફાન બાદ રીમા મુન્શી હાજર થયા હતા, પણ આણંદ એસપી રજા પરથી પરત ન આવતા આ બંને અધિકારીઓની બદલી કરી નાખી છે. આ બંને અધિકારીઓને પોસ્ટીંગ આપવાનું પણ પેન્ડીંગ રાખ્યું છે.

ખંભાતમાં એકબીજાના લોહીના તરસ્યા બન્યા હોય તે બે કોમના જૂથ વચ્ચે હિંસક અથડામણ બાદ અજંપા ભરેલી સ્થિતી જોવા મળી રહી છે. હિંસા બાદ આજે અપાયેલા બંધના એલાનના પગલે આખાયે ખંભાતમાં જાણે કરફયૂ જેવો માહોલ છે. સુરક્ષા અર્થે રેપિડ એક્શન ફોર્સ અને એસઆરપી સહિતનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો હિંસાના કુલ 5 ગુના નોંધીને 45થી વધુ ભાંગફોડીયા તત્વોની ધરપકડ કરી લેવાઇ છે. તો આ સાથે ખંભાતમાં તાત્કાલીક અસરથી અશાંતધારો લાગૂ કરી દેવાયો છે.

સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો

ખંભાતના ખૂણે ખૂણે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ધાણીકૂટ પથ્થરમારાથી જ્યાં જુઓ ત્યાં પથ્થરો વિખરાયેલા પડયા છે. તો આગચંપીથી ધૂમાડાના ગોટા ઉડતા નજરે પડી રહ્યા છે. ખંભાતના અકબરપુર ત્રણ બત્તી વિસ્તારમાં સોમવારે બે કોમો વચ્ચે થયેલી જુથ અથડામણ બાદ મંગળવારે પણ અજંપાભરી શાંતિ વચ્ચે બજારો ખુલ્યા હતા. પોલીસનો ચાંપતો પોલીસ બંદોબસ્ત હતો. જો કે પોલીસે તીનબત્તી વિસ્તારમાં બાદમાં દુકાનો બંધ કરાવી દીધી હતી. ખંભાતના અકબરપુર ત્રણ બત્તી વિસ્તારમાં સોમવારે બપોરના સમયે બે કોમ વચ્ચે ઉત્તરાયણ પર થયેલા ઝઘડાની અદાવતમાં જુથ અથડામણ સર્જાઈ હતી.

25 ટીયર ગેસના સેલ છોડી તોફાની ટોળાઓને કાબુમાં લીધા

જેમાં પોલીસે છ રાઉન્ડ ફાયરીંગ અને 25 ટીયર ગેસના સેલ છોડી તોફાની ટોળાઓને કાબુમાં લીધા હતા.જો કે એક વ્યકિતનું ફાયરિંગમાં મોત થયું હતું. તોફાનોના પગલે પોલીસે 100 થી 150 લોકોના ટોળાસામે જીવલેણ મારક હથીયારો, તલવાર, પાઈપો, લાકડીઓ, કેરોસીન, પેટ્રોલના ડબ્બાઓ તથા પથ્થરો સાથે આવી જીવલેણ હુમલો કરવો.પોલીસ અને પોલીસના વાહનો ઉપર પથ્થરમારો કરી મકાનોને આગ ચાંપી ઘરવખરીનો સામાન તોડફોડ કરી બાળી નાખી નુકસાન કર્યા અંગે ગુનો નોંધ્યો છે.

ખંભાતમાં અશાંતધારો પણ લાગૂ કરી દેવાયો

હાલમાં ખંભાત ખાતે એસઆરપી અને આરએએફની કંપનીનો બંદોસબ્ત ગોઠવી દેવાયો છે. હાલમાં ખંભાતમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો તાત્કાલીક અસરથી ખંભાતમાં અશાંતધારો પણ લાગૂ કરી દેવાયો છે. ત્યારે પોલીસનો દાવો છે કે થોડા સમયમાં જ પરિસ્થિતી થાળે પડી જશે. પરંતુ એકવાત ચોક્કસ છે કે ખંભાતમાં પોલીસને ટાર્ગેટ કરીને હુમલા કરાયા હોવાની પણ ચર્ચાએ જોર પકડયુ છે જેથી ખંભાતમાં થયેલા છમકલાને રાજ્ય સરકારે ખૂબજ ગંભીરતાથી લીધુ છે.

READ ALSO

Related posts

કોરોના વકર્યો, ગુજરાતમાં 2 ધારાસભ્ય કોરોના પોઝિટીવ અને એક પૂર્વ કેન્દ્રીય મંત્રી વેન્ટિલેટર પર

Nilesh Jethva

2500 રૂપિયામાં અહીં મળતો હતો Corona નેગેટિવનો રિપોર્ટ, લાગતી હતી આ કારણે લાઈનો

Arohi

હોંગકોંગ મુદ્દે બ્રિટન અને ચીન વચ્ચે તકરાર વધી, આ કરારના ઉલ્લંઘન બાદ વિશ્વાસ મૂકવો અશક્ય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!