GSTV
Gujarat Government Advertisement

ગુજરાત સરકારે એકસામટી 20 IAS અધિકારીઓની કરી ટ્રાન્સફર, જુઓ લિસ્ટ કે કોને ક્યાં જવાબદારી સોંપાઈ

Last Updated on February 1, 2019 by Karan

ગુજરાતના 20 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાંઆવી છે. અને ત્રણ ઓફિસરોને વધારાના હવાલા આપવામાં આવ્યા છે. પ્રથમ ચરણમાં રાજ્યના જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે, હજી વધારે જિલ્લા કલેક્ટરો તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી થવાની સંભાવના છે.

લોકસભાની ચૂંટણી આવતી હોવાથી ભારતના ચૂંટણી પંચે 28મી ફેબ્રુઆરી સુધીમાં અધિકારીઓની બદલી કરવાની સૂચના આપી છે જેને અનુલક્ષીને ગુજરાત સરકારે આ અધિકારીઓની બદલી કરી છે. સરકારે જામનગરના મ્યુનિસિપલ કમિશનરને બદલ્યા છે, જ્યારે દ્વારકાના કલેક્ટર અને ડીડીઓને પણ બદલ્યા છે. પ્રવાસન નિગમના એમડી જેનુ દેવનને સ્પોર્ટ્સ અને યુથ ડિપાર્ટમેન્ટનો વધારાનો ચાર્જ આપ્યો છે.

બદલી કરાયેલા અધિકારીઓની યાદી આ પ્રમાણે છે…

અધિકારીનું નામ                હાલની જગ્યા                   બદલીની જગ્યા

આરસી મીના સેક્રેટરી/ ટ્રાયબલ ડિપાર્ટમેન્ટ સેક્રેટરી / સ્પોર્ટ્સ એન્ડ યુથ ડિપાર્ટમેન્ટ

સ્વરૂપ પી / એમડી, યુજીવીસીએલ / ટ્રાયબલ ડેવલપમેન્ટ/

ડો. મહેશ સિંઘ IFS / સીસીએફ વાઇલ્ડલાઇફ / એમડી, યુજીવીસીએલ

એનકે ડામોર / કલેક્ટર, તાપી / કલેક્ટર, આહવા

આરબી બારડ / જામનગર મ્યુનિ. કમિશનર / કલેક્ટર, મહીસાગર

આરએસ નિનામા / કલેક્ટર, નર્મદા / કલેક્ટર, તાપી

આઇકે પટેલ / સીઇઓ, સરદાર સરોવર એજન્સી / કલેક્ટર નર્મદા

નરેન્દ્ર કુમાર મીના / એડીસી, ગાંધીનગર / કલેક્ટર, દેવભૂમિ દ્વારકા

ડીકે પારેખ / ડીડીઓ, સુરત / ડીડીઓ, પાટણ

ડો. મનીશકુમાર / ડીડીઓ, સુરેન્દ્રનગર / ડીડીઓ, દેવભૂમિ દ્વારકા

એચકે કોયા / ડીડીઓ, ગાંધીનગર / ડીડીઓ, સુરત

આરઆર રાજ્યગુરૂ / ડીડીઓ, પાટણ / ડીડીઓ, સુરેન્દ્રનગર

આરઆર રાવલ / ડીડીઓ, દ્વારકા / ડીડીઓ, ગાંધીનગર

પીએલ સોલંકી / મ્યુનિ. કમિશનર, જૂનાગઢ / ડાયરેક્ટર, એસટી વેલ્ફેર

એસએ પટેલ / ડાયરેક્ટર, ચુથ એન્ડ કલ્ચર / મ્યુનિ. કમિશનર, જામનગર

જેઆર ડોડીયા / કલેક્ટર, દ્વારકા / જોઇન્ટ સેક્રેટરી, ટ્રાયબલ ડેવલપમેન્ટ

કેડી કાપડિયા / ડાયરેક્ટર, એસસી વેલ્ફેર / એડી. સેક્રેટરી, એનઆરઆઇ, જીએડી

બીકે કુમાર / કલેક્ટર, ડાંગ / એડી. સેક્રેટરી, એગ્રીકલ્ચર

વીએ વાઘેલા / કલેક્ટર, મહીસાગર / એડી. સેક્રેટરી, એનર્જી ડિપાર્ટમેન્ટ

જેનુ દેવન / એમડી, ટુરિઝમ કોર્પોરેશન / ડાયરેક્ટર, સ્પોર્ટ્સ એન્ડ યુથ (ચાર્જ)

આરજે હાલાણી / એડી. ડેવલપમેન્ટ કમિશનર / એડી. ડેવલપમેન્ટ કમિશનર (ચાર્જ)

સૌરભ પારધી / કલેક્ટર, જૂનાગઢ / મ્યુનિ. કમિશનર, જૂનાગઢ

આઇકે પટેલ / કલેક્ટર, નર્મદા / સીઇઓ, સરદાર સરોવર એજન્સી(ચાર્જ)

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

તમાશો: હનુમાનનો વધ થઈ રહ્યો છે અને રામ ચૂપ બેસીને જોઈ રહ્યા છે, ભાજપના મૌનથી અત્યંત દુ:ખી હોવાનો ચિરાગે બળાપો ઠાલવ્યો

Pravin Makwana

આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીથી રાજનીતિ તેજ, AAP માં જોડાવવા મામલે હાર્દિક પટેલનું મોટું નિવેદન

Dhruv Brahmbhatt

રાહુલ ગાંધી સુરત પહોંચ્યા, એરપોર્ટ પર અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિતના નેતાઓએ આવકાર્યા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!