બેન્કિંગ દરમિયાન ઘણા પ્રસંગો પર જોવામાં આવ્યુ છે કે, લોકો પોતાના ખાતમાંથી કોઈ ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કરી દેતા હોય છે. આવુ સાચો એકાઉન્ટ નંબર દાખલ ન કરવા પર બને છે. જોકે, ગ્રાહક ઈચ્છે તો ઓનલાઈન ટ્રાંજેક્શન કરે કે ઓફલાઈન. આ બંને રીતથી ખોટા એકાઉન્ટમાં ટ્રાંજેક્શન મામલા સામે આવતા રહે છે. લોકોને પૈસા ટ્રાંસફર કર્યાના થોડા સમય બાદ એ વાતની જાણ થાય છે કે, તેઓ ભૂલ કરી બેઠા છે. ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કર્યા બાદ ગ્રાહકોને સમજમાં નથી આવતુ કે, તેઓ શું કરે અને શું નહી.
પૈસા પરત પણ મળી શકે છે
ગ્રાહક ડરી જાય છે, પરંતુ તેમને ડરવાની જરૂરિયાત નથી. કારણ કે, મોકલવામાં આવેલ પૈસા પરત પણ મળી શકે છે. તે માટે નક્કી સમયમાં સાચુ એક્શન લેવાનુ હોય છે. થોડી પણ બેદરકારી તમને ભારે પડી શકે છે. જો તમે ક્યારેય આ પરિસ્થિતિમાં ફસાયા છો તો, સૌ પ્રથમ પોતાના નજીકતના બેન્ક બ્રાંચમાં જઈને આ વાતની સૂચના આપો. બેન્ક તમારા ખાતામાંથી કરવામાં આવેલ ટ્રાંજેક્શનને ચેક કરશે. તે એકાઉન્ટ નંબર વિશે તમને પૂછશે જેમાં તમે પૈસા ભૂલથી ટ્રાંસફર કર્યા છે.
ખાતાધારક ડિડક્શન માટે મનાઈ કરી દેતા હોય છે
ત્યારબાદ બેન્ક તે શખ્સ સાથે વાતચીત કરશે જેના ખાતમાં પૈસા ટ્રાંસફર થયા છે. ત્યારબાદ જ તે શખ્સના એકાઉન્ટમાંથી પૈસા ડિડક્ટ કરવામાં આવશે. જો તમારુ જે બેન્કમાં ખાતુ છે જો રિસીવરનુ ખાતુ પણ તે એકાઉન્ટમાં છે તો, પૈસા જલ્દી ડિડક્ટ કરી લેવામાં આવશે. જો બંને બેન્ક અલગ-અલગ કંપનીના છે તો, તેમાં વધારે સમય લાગશે. આ તરફ ઘણી વખત એવા પણ મામલા સામે આવ્યા છે જ્યારે પૈસા રિસીવ કરનાર ખાતાધારક ડિડક્શન માટે મનાઈ કરી દેતા હોય છે. એવામાં ગ્રાહક કોર્ટમાં જઈને ફરીયાદ દાખલ કરી શકે છે.
READ ALSO
- સુરત/ સંબંધોને શર્મસાર કરતો કિસ્સો, સગા દિયરે ભાભીનો બીભત્સ વીડિયો તેના ભાઈને મોકલી કર્યો વાયરલ
- અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી
- આ ગામના બધા ઘરના દરવાજા લીલા છે, દરેકને આ વિચિત્ર નિયમનું પાલન કરવું પડે છે, પરિવર્તનને સ્વીકારતા નથી અહીંના લોકો
- અમેરિકામાં વધુ એક ગુજરાતી વ્યક્તિની ગોળી મારી હત્યા, હત્યારાએ હત્યા કર્યા બાદ કરી આત્મહત્યા
- તેલંગાણા / રેવંત રેડ્ડીએ સીએમ તરીકે શપથ લીધાના થોડા કલાકોમાં જ ચૂંટણી વચન કર્યું પૂર્ણ