GSTV

કામના સમાચાર/ પ્રોપર્ટી ટ્રાન્સફર કરાવવામાં પડી રહી છે મુશ્કેલી, આ સાવ સરળ 4 ટ્રીક અપનાવીને તમારું ટેન્શન દૂર કરો

ઘર

Last Updated on June 19, 2021 by Karan

પોતાના ઘર અથવા દુકાનનું દરેક જણ સપનું જુએ તે ખોટું નથી. પરંતુ તેમાં કાયદાકીય ગૂંચવણોને લીધે ઘણા લોકો તેમાં રોકાણ કરવામાં ડરતા હોય છે. ખાસ કરીને જો મિલકત બીજાના નામે હોય અને તેને સ્થાનાંતરિત કરવી પડે, તો સમસ્યા વધી જાય છે. પરંતુ હવે તમે કોઈ પણ મુશ્કેલી વિના તેને સરળતાથી તમારા નામે ટ્રાન્સફર કરાવી શકો છો. આ પ્રક્રિયાઓમાં વેચાણ ડીડ, ગિફ્ટ ડીડ વગેરે તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

વેચાણ ખત એ સૌથી વધારે ઉપયોગ કરાતી સરળ પદ્ધતિ

પ્રોપર્ટી ટ્રાન્સફર (સંપત્તિ સ્થાનાંતરિત) કરવા માટે આ સૌથી વધારે ઉપયોગ કરાતી સરળ પદ્ધતિ છે. તેને ટ્રાન્સફર ડીડ અથવા વેચાણનામું – સેલ ડીડ પણ કહેવામાં આવે છે. આ માટે સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધણી કરાવવી પડશે. પ્રોપર્ટી ટ્રાન્સફર માટે તેમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય છે. તેની કિંમત વિવિધ શહેરો અનુસાર જુદી જુદી નક્કી કરવામાં આવેલી હોય છે, દિલ્હીમાં તે આશરે 4 થી 6% સુધીની છે. સેલ ડીડ કરારમાં, ખરીદનાર અને વેચનાર બંનેએ નિયત કરેલી શરતો હોય છે.

બાળકોને લગ્ન અથવા ખાસ પ્રસંગો પર ભેટ તરીકે તેમની મિલકત આપે

ઘણા માતાપિતા તેમના બાળકોને લગ્ન અથવા ખાસ પ્રસંગો પર ભેટ તરીકે તેમની મિલકત આપે છે. આ કિસ્સામાં ગિફ્ટ ડીડનો ઉપયોગ મિલકતને સ્થાનાંતરિત કરવા માટે થઈ શકે છે. આ દસ્તાવેજ તમને એસેટ્સ ગીફ્ટ કરવા અથવા તો ઓનરશીપ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. આમાં પૈસાની કોઈ લેવડદેવડ થતી નથી, સ્થાવર મિલકત ભેટ કરવા માટે, તમારે સ્ટેમ્પ પેપર પર દસ્તાવેજ તૈયાર કરવો પડશે. તેને બે સાક્ષીઓ દ્વારા પ્રમાણિત કરાવવાની હોય છે. તે પછી તેની નોંધણી કરાવવી પડશે.

ગિફ્ટ ડીડની જેમ બદલી શકાતો નથી

રિલનકુશ ખત એટલે ત્યાગનામું. જો તમે કોઈ સંપત્તિમાં શેરહોલ્ડર છો અને તમારા હકને જતો કરવા – માફ કરવા માંગો છો, તો રિલુલ્કુશ ડીડ એક મહત્ત્વનો વિકલ્પ છે. તેને ગિફ્ટ ડીડની જેમ બદલી શકાતો નથી. આમાં બે સાક્ષીઓ દ્વારા પ્રમાણિત થયા પછી નોંધણી કરાવવી પડશે.

વસિયતનો ઉપયોગ હયાત વ્યક્તિના મૃત્યુ પછી થઈ શકે

જ્યારે કોઈપણ વ્યક્તિ પોતાની જંગમ અથવા સ્થાવર મિલકતનો અધિકાર સ્વેચ્છાએ બીજા વ્યક્તિને સ્થાનાંતરિત કરે છે, ત્યારે તેને વિલ કહેવામાં આવે છે. સામાન્ય રીતે માલિકના મૃત્યુ પછી, તેના અનુગામીને વિલ હેઠળ સંપત્તિ મળે છે. વિલ બનાવવા માટે બે સાક્ષીઓની આવશ્યકતા હોય છે અને તેની નોંધણી થવી જ જોઇએ આની એક નકલ રજિસ્ટ્રાર પાસે રહે છે અને બીજી તમારી સાથે છે. વિલ બનાવવા માટે કોઈ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari

આકાશી આફત / ભારે વરસાદ મહારાષ્ટ્રમાં આફત બની, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 લોકોના મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!