GSTV
Finance Trending

કામની વાત/ જૂની કંપનીનું PF બેલેન્સ સરળતાથી નવા એકાઉન્ટમાં કરો ટ્રાન્સફર, જાણી લો આ સરળ પ્રોસેસ

PF

EPFO Latest Mews: જો તમે પણ તમારી નોકરી અથવા કંપની બદલી છે, તો PF બેલેન્સ જરૂરથી ટ્રાન્સફર કરો. ઘણી વખત જ્યારે લોકો એક કંપનીમાંથી નોકરી બદલીને બીજી કંપનીમાં જોડાય છે પરંતુ તેમનું PF બેલેન્સ ટ્રાન્સફર કરવાનું ભૂલી જાય છે. પરંતુ હવે તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. જો તમે 1, 2, 3 અથવા તો 4 કંપની બદલી હોય તો પણ તમે જૂની કંપનીમાંથી તમારુ PF બેલેન્સ તમારી હાલની કંપનીના PF એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો. ચાલો જાણીએ તેની સંપૂર્ણ પ્રોસેસ.

PF ટ્રાન્સફર માટે આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર

જૂના EPF બેલેન્સને નવા ખાતામાં ટ્રાન્સફર કરવા માટે તમારી પાસે એક્ટિવ UAN નંબર અને પાસવર્ડ હોવો આવશ્યક છે. આ સાથે, તમારા UAN નંબરમાં તમામ પ્રકારની માહિતી અપડેટ કરવી જોઈએ, જેમ કે બેંક એકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર, આધાર નંબર, તમારે UAN માં અપડેટ કરવું જોઈએ.

pf

PF એકાઉન્ટ બેલેન્સ કેવી રીતે ચેક કરવું

  • આ માટે, તમે પહેલા EPFOની ઓફિશિયલ વેબસાઇટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જાઓ.
  • આ પછી, UAN નંબર અને પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કર્યા પછી લોગ ઇન કરો.
  • લોગ ઇન કર્યા પછી, તમે હોમ પેજ પર આવશો. અહીં Members Profile પર જાઓ. તમારી બધી પર્સનલ ડિટેલ્સ અહીં તપાસો.
  • તમારું નામ, આધાર વિગતો, પાન કાર્ડ વેરિફાય હોવી જોઈએ. આ સિવાય ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને બેંક ખાતાની વિગતો પણ યોગ્ય રીતે ભરવાની રહેશે.
  • PF ટ્રાન્સફર કરતા પહેલા તમારે તમારી પાસબુક ચેક કરવી જોઈએ. આ માટે તમારે View માં જવું પડશે જ્યાં Passbook નો વિકલ્પ દેખાશે.
  • પાસબુક પર ક્લિક કર્યા પછી, તમારે ફરી એકવાર લોગ ઇન કરવું પડશે.
  • લોગિન કર્યા પછી, તમે select member id પર ક્લિક કરો કે તરત જ એક સંપૂર્ણ લિસ્ટ ખુલશે. તમે જે કંપનીઓમાં કામ કર્યું છે તે તમામ કંપનીના મેમ્બર આઈડી દેખાશે. સૌથી નીચે જે ID હશે તે તમારી વર્તમાન કંપનીની છે. અહીં તમે પાસબુક જોઈને તમારી તમામ કંપનીઓમાં PF બેલેન્સ ચેક કરી શકો છો.
pf

જૂના EPFને નવામાં કેવી રીતે ટ્રાન્સફર કરવું

  • જૂના પીએફને ટ્રાન્સફર કરતાં પહેલાં, તમારી જૂની કંપનીએ તમારી એન્ટ્રી ડેટ અને એક્ઝિટ ડેટ અપડેટ કરી છે કે નહીં તે તપાસો.
  • આ માટે, View વ્યૂ પર જાઓ અને Service history ઓપ્શન પર ક્લિક કરો.
  • જો જૂની કંપનીએ બંનેની તારીખો અપડેટ કરી છે, તો તમારું PF સરળતાથી ટ્રાન્સફર થઈ જશે.
  • હવે તમારે Online services પર જઈને ONE MEMBER ONE EPF એકાઉન્ટ (ટ્રાન્સફર રિક્વેસ્ટ) પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારી સામે એક નવું પેજ ખુલશે જ્યાં તમને તમારી પર્સનલ ડિટેલ્સ, હાલની કંપનીના PF ખાતાની વિગતો મળશે. જેમાં તમને જૂના પીએફના પૈસા મળવાના છે.
  • તેની નીચે જ જૂના એમ્પ્લોયરની વિગતો હશે જેની પાસેથી PF ટ્રાન્સફર કરવાનો છે.
  • ધ્યાનમાં રાખો કે તમે અહીં જે PF ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છો તે તમારા વર્તમાન અથવા જૂના એમ્પ્લોયર દ્વારા માન્ય હોવું આવશ્યક છે. હાલની કંપની પાસેથી મંજૂરી મેળવવી હંમેશા સરળ હોય છે. તેથી આ વિકલ્પ પસંદ કરો
  • આ પછી તમારે તમારી UAN ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે, જેમ તમે આ કરશો, તમારી અગાઉની તમામ કંપનીઓના PF ID આવી જશે. તમે જેના પૈસા ટ્રાન્સફર કરવા માંગો છો તેને સિલેક્ટ કરો
  • આ પછી તમારે તેને OTP દ્વારા પ્રમાણિત કરવું પડશે. GET OTP પર ક્લિક કરો.
  • તમે તેને અહીં જ જોશો કે ક્લેમ સફળતાપૂર્વક રજૂ કરવામાં આવ્યો છે
  • અહીં તમે ટ્રાન્સફર ક્લેમનું સ્ટેટસ જોશો.
  • વેરિફિકેશન માટે, તમારે પ્રિન્ટ કાઢીને તમારી કંપનીને આપવી પડશે, તે PF ઓફિસમાં મોકલવામાં આવશે.
  • તમારું જૂનું PF બેલેન્સ 7 થી 30 દિવસમાં નવા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

Read Also

Related posts

હવે CoVin પરથી ખબર પડી જશે રક્તદાન અને અંગદાનની સ્થિતિ, ડોનરનો સંપર્ક કરવો થઇ જશે સરળ; જાણો કેવી રીતે

Damini Patel

રાજકોટના લોકમેળામાં લોકોનો ઉત્સાહ, બે દિવસ હૈયેહૈયુંથી દળાશે તેવી ભીડ જામશે

pratikshah

Janmashtami 2022/ 400 વર્ષ પછી 8 ખુબ જ શુભ યોગમાં ઉજવાશે જન્માષ્ટમી! જાણો કેટલા વર્ષના થઇ ગયા કૃષ્ણ

Damini Patel
GSTV