GSTV

આ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google ડોક્યુમેન્ટ્સમાં આ રીતે કરો ટ્રાન્સફર

Facebook

Last Updated on June 14, 2021 by Damini Patel

Facebookનું આ ફીચર તમારા માટે ખુબ મદદરૂપ સાબિત થઇ શકે છે. આ ફીચરની મદદથી યુઝર પોતાની પોસ્ટ અને નોટ્સને ગુગલ ડોક્યુમેન્ટ્સ, બ્લોગર અને વર્ડપ્રેસ ડોટ કોમમાં ટ્રાન્સફર કરી શકે છે. ગયા વર્ષે Facebookએ લોકોને ફોટો અને વિડીયો ટ્રાન્સફર કરવા માટે ફીચર અનેબલ કર્યું હતું. એના માધ્યમથી લોકો પોતાના વિડીયો અને ફોટોને બેકેબ્લેઝ, ડ્રોપબોક્સ, ગુગલ ફોટોસમાં ટ્રાન્સફર કરી શકે છે.

બદલાયુ ટુલનું નામ

ફેસબુક

Facebookએ લોકોની પ્રાઇવેસી માટે ટૂલનું નામ બદલી નાખ્યું છે. એને હવે ટ્રાન્સફર અથવા ટ્રાન્ફર્મેશન કહેવાશે. આ ટૂલને લોકોની પ્રાઇવેસી, સિક્યોરિટી અને જરૂરતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું. એનાથી તમારે ટ્રાન્સફર શરુ કરવા પહેલા પાસવર્ડ ફરી નાખવાનો રહેશે. ત્યાર પછી તમે સુરક્ષિત તરીકે ડેટા ટ્રાન્સફર કરી શકો છો.

આ રીતે કરી શકશો ટ્રાન્સફર

યુઝર્સએ આ ટૂલને એક્સેસ કરવા માટે Facebookની સેટિંગમાં યોર ફેસબુક ઇન્ફોર્મેશનમાં જવું પડશે. ત્યાં જઈ ટ્રાન્સફર યોર ઇન્ફોર્મેશન પર જઈ ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી એને સિલેક્ટ કરવાનું છે કે તમે ક્યાં એક્સપોર્ટ કરવા માંગો છો. અહીં તમે ગુગલ ડોક્સ, વર્ડ પ્રેસ અને બ્લોગરનો ઓપ્શન મળશે. કન્ફર્મ કર્યા પછી ટ્રાન્સફર થઇ જશે.

સીધા ગુગલ ફોટોમાં ટ્રાન્સફર કરવાનું ટૂલ પણ આવ્યું.

Facebbok યુઝર્સ તેમના ફોટા અને વિડિઓઝને સીધા Google Photosમાં ટ્રાન્સફર કરી શકે છે. Facebookના આ સાધનનો ઉપયોગ કરવા માટે, યુઝર્સે સેટિંગ્સ પર જવું પડશે અને ‘Your Facebook Information’ સર્ચ કરવું પડશે. તેના પર ક્લિક કર્યા પછી, તમારે ‘Transfer a copy of your photos or videos’ ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. ક્લિક કર્યા પછી તમારે તમારો ફેસબુક પાસવર્ડ ટાઇપ કરવો પડશે. હવે Google Photosનો વિકલ્પ ડ્રોપડાઉન મેનૂમાંથી પસંદ કરવો પડશે. આ પછી, ગૂગલ ફોટા પર જાઓ અને તેને એકવાર તપાસો.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!