GSTV

જલ્દી OTP નહી પણ શરીરના આ ભાગને સ્કેન કરવાથી થશે પૈસાનું ટ્રાન્જેક્શન, RBI કરી રહી છે નવી યોજનાની તૈયારી

ઓનલાઈન બેન્કિંગ ટ્રાન્જેક્શન માટે હવે માત્ર OTP થી કામ નહી ચાલે. કારણ કે, ઓનલાઈન બેન્કિંગને વધારે સુરક્ષિત બનાવવા માટે નવા ફીચર્સ જોડવામા આવી શકે છે. ઓનલાઈન બેન્કિંગ ટ્રાન્જેક્શન દરમિયાન OTP સિવાય ફેશિયલ રિકૉગ્નિશન, આઈરિસ અને લોકેશન પણ માગવામા આવી શકે છે, ત્યારે જઈન ટ્રાન્જેક્શન પૂર્ણ થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેન્કિંગ ફ્રોડ પર કડક સુરક્ષા રાખવા માટે ભારતીય રિઝર્વ બેન્ક આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.

આ ફીચર્સ જોડવામાં આવશે

ઓનલાઈન બેન્કિંગ ટ્રાન્જેક્શમાં નવા ફીચર જોડાશે. OTPની સાથે ફેશિયલ રિકોગનિશન, લોકેશન પણ જોડવામાં આવશે. આ ફીચર બાદ જ ઓનલાઈન ટ્રાન્જેક્શન પૂર્ણ થશે. ફેસ, આઈરિસ અને લોકેશન જેવી સિક્યોરિટી ફીચરનો પણ સમાવેશ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ફેક્ટર ઓથેન્ટિકનો વપરાશ થાય છે. 3D પિન અને OTPથી ટ્રાન્જેક્શન પૂર્ણ થાય છે. છેલ્લા વર્ષમાં બેન્કિગ ફ્રોડથી 71,543 કરોડ રૂપિયાનો ચૂલો લગા્યો હતો, જ્યારે છેલ્લા ત્રીમાલિક મહિનામાં 8,926 ઓનલાઈન ફ્રોડના કેસ સામે આવ્યા છે.

2FA શું છે?

ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી ટ્રાન્જેક્શનમાં સુરક્ષાના બે લેયર હોય છે. જેને ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન કહે છે. પ્રથમ લેયરમાં ગ્રાહક પાસેથી કાર્ડની માહિતી અને CVV લઈને ટ્રાન્જેક્શનને મંજૂરી આપવામા આવે છે અને બીજી લેયરમાં OTP આપવા માટે કહેવામાં આવે છે, જે કસ્ટમરના મોબાઈલ નંબર પર મોકલવામા આવે છે. વીમા કંપનીનુ માનવુ છે કે, બધા જ ટ્રાન્જેક્શનમાં તેની જરૂરિયાત નથી.

બેન્કિંગ ફ્રોડથી 18 સરકારી બેન્કને 1.17 લાખ કરોડનું નુકસાન

ઓનલાઈન બેન્કિગ ફ્રોડના કારણે 18 સરકારી બેન્કો પાસેથી લગભગ 1.17 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. ડિજિટલ લેણદેણ 13 ટકાના દરથી વર્ષમાં વધી રહ્યુ છે, જ્યારે કે મોબાઈલ વોલેટમાં લગભગ 53 ટકાનો વધારો થયો છે. એવામાં RBI ઓનલાઈન બેન્કિંગ ફ્રોડ પર કડક નિયમો બનાવવાનું વિચારી રહી છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!