GSTV

સુરત : બેન્કીંગ વ્યવહારોમાં ચાર્જ આવશે તો વેપાર ઉદ્યોગને લાગશે વધુ એક ફટકો

કર્મચારી

Last Updated on January 9, 2018 by

વિવિધ સેવાઓ માટે ચાર્જીસ વસુલવાના બેંકોના પ્રસ્તાવનાથી વેપાર-ઉદ્યોગમાં કચવાટ છે. જો કે, રોકડના ઉપાડ અને ડીપોઝીટ ઉપર ચાર્જીસ લાગુ થવાથી રોકડનાં વ્યવહારો ઘટે અને ઓનલાઈન – નેટ બેન્કીંગ જેવી સુવિધાઓ તરફ ખાતેદારો વધે એવો ઈરાદો સરકારનો છે. સુરતમાં શહેરના બે મુખ્ય વેપાર-ઉદ્યોગ હીરા અને ટેક્ષટાઈલને કારણે કરોડોનું ટર્નઓવર થાય છે. પણ, બેકીંગ વ્યવહારોની સાથોસાથ રોકડાનાં વ્યવહારો મોટાં પ્રમાણમાં થતાં રહ્યાં છે.

સરકાર રોકડાનાં વ્યવહારોનું પ્રમાણ ઘટે અને ચેક-ઓનલાઈન ટ્રાન્ઝેકશન વધે એ માટે ગંભીર હોઈ, આ નવાં નિયમો અમલમાં આવી રહ્યાં છે. વેપાર-ઉદ્યોગ જગત સાથે સંકળાયેલાઓમાં કચવાટ એ છે કે, હવે મોટી રકમના ઉપાડના કે જમા કરાવવાના કિસ્સામાં ચાર્જીસથી તો એક વધારાનું ભારણ આવી જશે. તેવી જ રીતે ચેક બૂક રિકવેસ્ટ માટે ચાર્જની ભલામણ છે, તો મધ્યમ કક્ષાનો કારખાનેદાર બે મહિનામાં એક એક બૂક પુરી કરી દેતો હોય છે, એટલે હવે વર્ષમાં છ વારની રિકવેસ્ટ માટે ચાર્જ ચૂકવવો પડશે.

સરકાર રોકડાના વ્યવહારોને કાબુમાં લેવા અને ઓનલાઈન ટ્રાન્ઝેકશનનું પ્રમાણ વધે તે માટે ચાર્જીસ અમલ કરવા જઈ રહી છે. પણ, જેઓ પહેલેથી જ રોકડામાં કામકાજ કરવાની પ્રેકટીશ કરી રહ્યાં છે, તેને કારણે હવે કાયદેસરના લોકોને પણ સહન કરવાનું આવશે. બેંક સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, બેંક ચાર્જીસ લાદવાનો હેતુ એકદમ સ્પષ્ટ છે કે રોકડામાં કામકાજો ઓછાં થાય. શરૂઆતમાં સૌને થોડું અઘરૂ લાગશે. પણ, બાદમાં સૌએ સ્વીકારી લેવું પડશે. રૂ.૫૦,૦૦૦ થી વધુના રોકડ વ્યવહારો માટે ચાર્જીસની પ્રસ્તાવના છે એટલે દેખીતી રીતે બે નંબરી વ્યવહારો ઉપર લગામ કસવાની કવાયત છે.

Related posts

અગત્યનું / 31 માર્ચ સુધીમાં પાન-આધાર લિંક ન કરાવાના 5 મોટા ગેરફાયદા, લોનથી લઇને ચેક સુધીનું અટકી શકે છે કામ

Vishvesh Dave

IAS Success Story: સ્માર્ટ સ્ટડી અને ભારે મહેનતના પ્રતાપે પ્રેરણા સિંહ બની UPSC ટોપર, તેમની પાસેથી જ જાણો સક્સેસ ટિપ્સ

Pritesh Mehta

WhatsApp યુઝર્સ માટે લાવ્યું ખુશીના સમાચાર, ટૂંક સમયમાં જ જોવા મળશે એક નવું ફીચર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!