GSTV

પૈસા કપાઈ ગયા પરંતુ ATMમાંથી ન નીકળી કેશ, તો બેંક આપશે 100 રૂપિયાનો દંડ, જાણો કેવી રીતે?

Last Updated on August 22, 2020 by pratik shah

ઘણીવાર એવું થાય છેકે, ATMમાંથી ટ્રાંઝેક્શન(Transaction)ફેલ થવા છતાં તમારા બેંક ખાતામાંથી પૈસા કાપવામાં આવે છે. આવી સ્થિતિમાં ક્યાં ફરિયાદ કરવી તે સમજાતું નથી. બેંક કસ્ટમર કેર (Bank customer care)નો સંપર્ક કરવા પર, બેંક તમને ખાતરી આપે છે કે 24 કલાકમાં પૈસા તમારા ખાતામાં આવી જશે, પરંતુ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે પૈસા પછી પણ પાછા આવતાં નથી. જો આવું થાય છે, તો ગભરાશો નહીં, કારણ કે રિઝર્વ બેંકના નિયમો અનુસાર, જો ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય તો કાપવામાં આવેલા પૈસા તમારા ખાતામાં મૂકવાની બેંકની જવાબદારી છે. જો તમને આરબીઆઈના કેટલાક સરળ નિયમો વિશે જાણ હોય, તો પછી તમે તમારા પૈસા ટૂંક સમયમાં પાછા મેળવી શકો છો અને તે પણ વળતર સાથે. તો ચાલો આ નિયમો ખૂબ જ સરળ રીતે સમજીએ.

ATM ટ્રાન્ઝેક્શન નિષ્ફળતા અંગે RBIનો નિયમ?

  • નિયમ 1. જ્યારે કોઈ ગ્રાહકનું ટ્રાન્ઝેક્શન ફેલ થાય છે અને ખાતામાંથી પૈસા કાપવામાં આવે છે, ત્યારે કપાયેલી રકમ તાત્કાલિક બેંકે પરત કરવાની રહેશે.
  • નિયમ 2. ફરિયાદ નોંધાવ્યાના 7 દિવસની અંદર ગ્રાહકના ખાતામાં પૈસા આવી જવા જોઈએ
  • નિયમ 3. જો પૈસા સાત દિવસ પછી પણ ન આવે, તો બેંકે દરરોજ 100 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે.
  • નિયમ 4. બેંકમાંથી દંડ મેળવવા માટે ગ્રાહકે 30 દિવસની અંદર ફરિયાદ નોંધાવવી પડશે. જો તમે આ પછી ફરિયાદ કરો છો, તો તમને નુકસાન નહીં મળે. ટ્રાન્ઝેક્શન સ્લિપ અથવા એકાઉન્ટનું સ્ટેટમેન્ટ બેંકને આપવું પડશે
  • નિયમ 5. જો પૈસા 7 દિવસની અંદર પરત નહીં આવે તો ગ્રાહકે એનેક્શર-5 (annexure-5)ફોર્મ ભરવું પડશે
  • નિયમ 6. તમે જે દિવસે આ ફોર્મ ભરો છો, તે જ દિવસથી ગ્રાહકની પેનલ્ટીની શરૂઆત થશે, એટલે કે, જો ફોર્મ ભર્યા પછી 10 દિવસ સુધી પૈસા પાછા નહીં આવે, તો બેંક તમને 100 રૂપિયા મુજબ 1000 રૂપિયા આપશે.

જણાવી દઈએ કે ટ્રાંઝેક્શન નિષ્ફળતા અને પૈસા કાપવાની તમામ ફરિયાદો બાદ રિઝર્વ બેંકે સપ્ટેમ્બર 2019 માં આ નિયમો લાગુ કર્યા હતા. જેમાં બેંકને એટીએમની સુરક્ષા, વ્યવસ્થા અને ખાતાની સુરક્ષાને લગતી બાબતોની જવાબદારી સોંપવામાં આવી હતી.

READ ALSO

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!