GSTV

સરકારનું ફરી મિસફાયર, આઈટીઆઈના છાત્રો ટેકનીકલ શીખવાને બદલે આરટીઓના એજન્ટ બનવાનું શીખશે

ટેકનિકલ શિક્ષણના અધ્યાપકોએ અગાઉ રોજગારી શોધવાનું કામ-સર્વેનું કામ કર્યુ હતુ ત્યાં હવે તેઓને લર્નિંગ લાયન્સની કામગીરી પણ સોંપવામા આવનાર છે. આઈટીઆઈ બાદ હવે સરકાર રાજ્યની તમામ સરકારી પોલીટેકનિકોમાં પણ લર્નિંગ લાયસન્સની કામગીરી શરૂ કરવાનુ આયોજન કરી રહી છે.જેને લઈને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પોલીટેકનિકોના આચાર્યોને પરિપત્ર કરીને આઈટીઆઈમાં ચાલતી કામગીરીનો અભ્યાસ કરવા અને રીપોર્ટ આપવા આદેશ કરવામા આવ્યો છે.

સરકાર કરી રહી છે આ વિચારણા

લર્નિંગ લાયસન્સની કામગીરી હાલ વિવિધ જિલ્લાની આઈટીઆઈમાં સરકાર દ્વારા શરૂ કરવામા આવી છે. હવે આ કામગીરી રાજ્યની સરકારી પોલીટેકનિકોમા ખાતે પણ હાથ ધરવાનું સરકારમાં વિચારણા હેઠળ છે. જે સંદર્ભે ટેકનિકલ  શિક્ષણ નિયામકની કચેરી દ્વારા  સરકારી પોલીટેકનિકો એટલે કે ડિપ્લોમા ઈજનેરી કોલેજોના આચાર્યોને પરિપત્ર  કરીને જણાવવામા આવ્યુ છે કે લર્નિંગ લાયસન્સની કામગીરી આગામી સમયમાં સરકારી પોલીટેકનિકો ખાતે શરૂ કરવાનં સૂચિત હોઈ આ પની નજીકની આઈટીઆઈની રૂબરૂ મુલાકાત લઈ લર્નિંગ લાયસન્સની કામગીરી પોલીટેકનિકો ખાતે શરૂ કરવા કઈ કઈ જરૂરિયાત રહે છે તેની વિગતો મેળવવી.

અહેવાલ ત્રણ દિવસમાં જમા કરાવા આદેશ

આઈટીઆઈમા ચાલતી કામગીરીના અનુસંધાને પોલીટેકનિકોમાં  કઈ કઈ વ્યવસ્થા ઉભી કરવાની થશે અને તે આઈટીઆઈમાં જે પ્રકારે ઉભી કરાયેલ હોય તેને ધ્યાને લઈ આપની સંસ્થા ખાતે કઈ રીતે ગોઠવી શકાય તે અંગેનો અહેવાલ ત્રણ દિવસમાં જમા કરવા પણ આદેશ કરવામા આવ્યો છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા આઈટીઆઈ ખાતે લર્નિંગ લાયસન્સની કામગીરી કરવા માટે કરાયેલ પરિપત્રને પણ ધ્યાને લઈને તે મુજબની કામગીરી પોલીટેકનિકોમાં કરવા માટે પોલીટેકનિકોના આચાર્યોને સૂચના આપવામા આવી છે.

આંતરિક રોષ ઉભો થાય તેવી શક્યતા

મહત્વનું છે કે સરકાર દ્વારા આઈટીઆઈમાં સોપાયેલી લર્નિંગ લાયસન્સની કામગીરીથી જ્યાં પહેલેથી વિરોધ થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓના ટેકનિકલ શિક્ષણ પર અસર પડવાની ફરિયાદો ઉઠી છે ત્યારે હવે સરકારે આઈટીઆઈ સાથે સરકારી પોલીટેકનિકોમાં પણ લર્નિંગ લાયસન્સની કામગીરી શરૂ કરાવવાનું આયોજન કર્યુ છે. જેને લઈને સરકારી પોલીટેકનિકોમાં પણ આંતરિક રોષ ઉભો થાય તેવી શક્યતા છે.કારણકે અગાઉ સરકારે પોલીટેકનિકોના અધ્યાપકો-આચાર્યોને જોબ ફેર માટે કંપનીઓમાં જઈને વેકેન્સી શોધવા અને ડેટા તૈયાર કરવાનું પણ કામ આપ્યુ હતુ.

ત્યારે હવે લર્નિંગ લાઈસન્સની કામગીરીમાં પણ ટેકનિકલ શિક્ષણના અધ્યાપકોને જોતરવાની સરકારના આયોજન સામે વિવાદ ઉભો થાય તેવી શક્યતા છે. આ સંદર્ભે ટેકનિકલ શિક્ષણ નિયામક તેમજ પરિપત્ર કરનાર એકેડમિક જોઈન્ટ ડાયરેકટરનો સંપર્ક કરવામા આવ્યો હતો પરંતુ તેઓએ ફોન ન ઉપાડતા સંપર્ક થઈ શક્યો નથી.

Read Also

Related posts

ગુજરાતમાં કોરોના પોઝિટીવની સંખ્યા 186, આજના તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના આવ્યા

Pravin Makwana

ગુજરાતમાં લોકડાઉનની વધશે સમયમર્યાદા, પીએમ મોદી સાથેના સંવાદ બાદ રૂપાણી સરકાર લેશે નિર્ણય

Karan

ગુજરાતમાં અડધુ અમદાવાદ સીલ, એન્ટ્રિ-એક્ઝિટ પોઈન્ટ પર RAF- SRPFની ટુકડીઓ તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!