સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે.ત્યારે બીજી તરફ સમગ્ર બુધવારથી અમલમાં આવેલા દિલ્હી, રાજસ્થાન, ગુજરાત અને ગોવાથી મહારાષ્ટ્રમાં પ્રવેશતા લોકો માટેના નવા અને વધુ કડક નિયમોને લીધે મુસાફરોમાં ગભરાટ ફેલાયો છે. ઘણાં મુસાફરોએ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવા સહિતની કડાકૂટમાંથી પસાર થવાને બદલે પોતાની ટિકિટો કેન્સલ કરાવી દીધી હતી. વળી, આ નવા નિયમોએ ટ્રેન, રોડ અને વિમાની મુસાફરો માટે ગુંચવણ ઊભી કરી છે.

મહારાષ્ટ્રમાં પ્રવેશતા લોકો માટેના નવા અને વધુ કડક નિયમોને લીધે મુસાફરોમાં ગભરાટ ફેલાયો
નવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (એસઓપીઝઝ અન્વયે ટ્રેનથી આવનાર લોકોએ પોતાના નિર્ધારિત આગમન (એરાઇવલ) ના ૯૬ કલાકમાં કોરોનાની ટેસ્ટ કરાવવી પડશે. જ્યારે વિમાની મુસાફરોએ લેન્ડિંગના ૭૨ કલાકમાં ટેસ્ટ કરાવવાનો રહેશે. બાય રોડ આવતા પેસેંજરોએ બોર્ડર ચેકપોસ્ટ પર સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે.


મુસાફરોએ લેન્ડિંગના ૭૨ કલાકમાં ટેસ્ટ કરાવવાનો
સોમવારે રાજ્ય સરકારે આ નવા નિયમો જાહેર કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ ટિકિટોના કેન્સલેશનનું પ્રમાણ વેસ્ટર્ન રેલવેમાં ૫૦ ટકા અને સેન્ટ્રલ રેલવેમાં ૨૫ ટકા વધી ગયું હતું. વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસર (સીપીઆરઓ) સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ૧-૨૦ નવેંબર દરમ્યાન રોજ સરેરાશ ૩૮૦૦ ટિકિટ કેન્સલ થઈ હતી. સોમવારે એ સંખ્યા ઓચિંતી વધીને ૬૧૦૦ થઈ ગઈ હતી. માત્ર ટ્રેનો જ નહિ, ખાનગી બસોની ટિકિટો અને પ્રાઇવેટ ટેક્સીઓના બુકિંગ કેન્સલ થવાનું પ્રમાણ પણ વધી ગયું હતું.
ખાનગી બસોની ટિકિટો અને પ્રાઇવેટ ટેક્સીઓના બુકિંગ કેન્સલ થવાનું પ્રમાણ પણ વધી ગયું
બીજી તરફ સોમવારે નવો પ્રોટોકોલ જાહેર થયા બાદ મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં આવતી બસોની ડિમાંડમાં ૨૫-૩૦ ટકાનો વધારો થયો હતો એટલા માટે કે દરેક જણ નવા નિયમો અમલમાં આવ્યા પહેલા શહેરમાં પહોંચી જવા માગતો હતો. એમએમઆરમાં લગભગ ૩૭૦૦૦ અને આખા મહારાષ્ટ્રમાં ૧ લાખ બસો દોડે છે. ગયા સપ્તાહમાં લગભગ ૩૦૦૦ બસો એમએમઆરમાંથી પાડોશી રાજ્યોમાં ગઈ હતી, જે આ અઠવાડિયે પાછી ફરશે. એટલે પ્રાઈવેટ બસ ઓપરેટરોએ પોતાના ડ્રાઈવરોને બોર્ડર પર કોવિદ-૧૯નું હેવી ચેકિંગ થવાની શક્યતા વિશે ચેતવી દીધા છે.

કેટલાક બસ ઓપરેટરોએ એવો પ્રશ્ન પણ કર્યો હતો કે બોર્ડર ચેક પોસ્ટ પર દરેક વ્યક્તિનું સ્ક્રીનિંગ કરવા જેવા ભગીરથ કાર્ય માટે સત્તાવાળાઓ ખરેખર તૈયાર છે ખરા? દાખલા તરીકે, ૩૦૦ બસોમાંથી દરેકમાં ૩૦ મુસાફરો આવે તો રોજ બોર્ડર પર ૯૦૦૦ લોકોનું ચેકિંગ કરવું પડે. વળી, મોટાભાગની ખાનગી બસો વહેલી સવારે મુંબઈ પહોંચવા રાતે જ રાજ્યમાં પ્રવેશી જાય છે.
રોજ બોર્ડર પર ૯૦૦૦ લોકોનું ચેકિંગ કરવું પડે
આરટીઓ અધિકારીઓએ કબુલ્યું હતું કે દિવસ અને રાત આટલા બધા લોકો ચેક પોઈન્ટસ પર ભેગા થઈ જતા એમના એન્ટીજન ટેસ્ટ લેવાનું કે તાપમાન માપવાનું કાર્ય પણ અતિ દુષ્કર બની જશે. મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી રોજ ૧૦,૦૦૦ જેટલી ટેક્સી આવજા કરે છે. ટેક્સી ડ્રાઈવરો ઇન્ટરસિટી અને એમાંય ખાસ કરીને મહારાષ્ટ્ર બહાર ખેપ મારવા વિશે દ્વિધા અનુભવી રહ્યા છે.

રેલવે અધિકારીઓ માટે તો એક બીજી સમસ્યા પણ ઊભી થઈ છે. બહારગામની ટ્રેનો દાદર, અંધેરી અને બોરિવલી જેવા લોકલ ટ્રેનના સ્ટેશનો ઉપર પણ ઊભી રહે છે. બહારગામથી આવેલા અને સ્થાનિક પેસેંજરો આ સ્ટેશનો પર એકસરખા પ્લેટપોર્મસનો ઉપયોગ કરે છે. હજારો મુસાફરોમાંથી બહારગામના અને લોકલ પેસેંજરોને અલગ કઈ રીતે તારવવા એ મોટો પ્રશ્ન છે.
READ ALSO
- મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ
- સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત
- અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો
- થરાદની નર્મદા કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહને સ્વિકારવાનો પરિવારે કર્યો ઈન્કાર
- પેટલાદના વટાવ પાસે ગાડી અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બે વ્યક્તિના થયા મોત