GSTV
Home » News » અમૃતસર ટ્રેન દુર્ઘટના મામલે ટ્રેનના ડ્રાઈવરનો અાવ્યો મોટો ખૂલાસો

અમૃતસર ટ્રેન દુર્ઘટના મામલે ટ્રેનના ડ્રાઈવરનો અાવ્યો મોટો ખૂલાસો

અમૃતસરમાં જે સમયે ટ્રેન દુર્ઘટના થઈ. ત્યારે જોડા ફાટક પાસે રેલવે ટ્રેક પર ઉભા રહીને લોકો રાવણ દહન જોઈ રહ્યા હતા. તે સમયે અંધારુ છવાઈ ગયું હતું. જેવું રાવણ દહન શરૂ થયું. તો તેની આસપાસ ધુમાડો છવાયો હતો અને આતશબાજી પણ શરૂ થઈ હતી. તે સમયે અહીંથી ટ્રેન પસાર થઈ હતી. સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આટલા લોકોની મોટી ભીડ શું ટ્રેનના ડ્રાઈવરને દેખાઈ નહીં હોય.

મીડિયા રિપોર્ટ્સ મુજબ. રેલવે ડ્રાઈવરનું કહેવું છે કે રાવણ દહનને કારણે આસપાસ ઘણો ધુમાડો હતો. દુર્ઘટનાસ્થળે લાઈટની કોઈપણ વ્યવસ્થા દેખાઈ ન હતી. માટે તેને કંઈ દેખાયું ન હતું. રેલવે અધિકારીઓનું પણ કહેવું છેકે દુર્ઘટનાસ્થળે ઘણો ધુમાડો હોવાથી ટ્રેનનો ડ્રાઈવર કંઈપણ જોઈ શકવા મટે અસમર્થ હતો. આ સિવાય ટ્રેન પણ એક વળાંકવાળા માર્ગ પર હતી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ. ટ્રેનના ડ્રાઈવરની ઓળખને જાહેર કરવામાં આવી નથી. રેલવે અધિકારીઓ દ્વારા ડ્રાઈવરની પૂછપરછ થઈ રહી છે. બીજી તરફ રેલવે વિભાગનું કહેવું છે કે રાવણ દહન જોવા માટે લોકોનું ટ્રેક પર એકઠા થવું સ્પષ્ટપણે અતિક્રમણનો મામલો હતો અને આ કાર્યક્રમ માટે રેલવે દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી ન હતી.

અમૃતસરના વહીવટી તંત્ર પર દુર્ઘટનાની જવાબદારી નાખતા સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે સ્થાનિક અધિકારીઓને દશેરાના કાર્યક્રમની જાણકારી હતી અને તેમાં નવજોતસિંહ સિદ્ધૂના પત્ની નવજૌત કૌર સિદ્ધૂ મુખ્ય મહેમાન તરીકે સામેલ થયા હતા. રેલવે અધિકારીઓનું કહેવું છે કે તેમને આના સંદર્ભે જાણકારી આપવામાં આવી ન હતી અને તેમના તફથી કાર્યક્રમ માટે કોઈ મંજૂરી આપવામાં આવી ન હતી. આ અતિક્રમણનો સ્પષ્ટ મામલો છે અને સ્થાનિક વહીવટી તંત્રે આની જવાબદારી લેવી જોઈએ.

કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન મનોજ સિંહાએ કહ્યુ છે કે સ્થાનિક વહીવટી તંત્રે કાર્યક્રમની માહિતી રેલવે વિભાગને આપી ન હતી. તેમણે કહ્યુ છે કે જો રેલવેને જાણકારી આપવામાં આવત. તો રેલવે વિભાગ તરફથી ગાઈડલાઈન્સ નિશ્ચિતપણે જાહેર કરવામાં આવત. ટ્રેનની તીવ્ર ઝડપ સંદર્ભે મનોજ સિંહાએ કહ્યુ છે કે સ્પીડ પર નિયંત્રણ ટ્રેકની સ્થિતિના આધારે લગાવવામાં આવે છે. આવું નિયંત્રણ ભીડના આધારે લગાવાતું નથી. મનોજ સિંહાએ કહ્યુ છેક હાલ તેમની પ્રાથમિકતા ઈજાગ્રસ્તોને મહત્તમ તબીબી અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું છે.

ઘટના બાદ ટ્રેનની ઝડપ ૭ થી ૮ કિમીની કરવામાં આવી 

DRMએ વધુમાં ઉમેર્યું હતું કે, “આ ઘટના બાદ ટ્રેનની સ્પીડ ઘટાડીને ૭ થી ૮ કિમીની કરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગાર્ડે ટ્રેનના ડ્રાઈવરને કહ્યું હતું કે, આ જગ્યાએ ટ્રેનને રોકવી યાત્રીઓની સુરક્ષા માટે ખતરારૂપ હતું, જેથી ટ્રેનને અમૃતસર લઈ જવામાં આવી હતી. જો કે બીજી બાજુ ઘટનાસ્થળે ઉપસ્થિત એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ટ્રેનની સ્પીડ ખુબ વધુ હતી, જયારે ભીડભાડની સ્થિતિને જોતા ડ્રાઈવર દ્વારા ટ્રેનની ઝડપ ધીમી કરવી જરૂરી હતી.

 

Related posts

હવે એસટીના ડ્રાઇવર કંડકટરને પણ નવા નિયમનો કરંટ લાગશે, બનાવાયા કડક નિયમો

Nilesh Jethva

ટ્રાફિક પોલીસની દંડનીય કામગીરીનું મોબાઇલ ફોનમાં રેકોર્ડીંગ કરવું તે ગુનો નથી

Bansari

હવે તમારા દરેક શ્વાસનો રાખશે રિપોર્ટ આ સ્માર્ટ શર્ટ, આ છે તેની અનોખી ખાસિયત..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!